Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વાપી માથી પસાર થતાં અમદાબાદ-મુંબઈ નેશનલ હાઇવે પરનાં પુલ પાસે અકસ્માત: એકસાથે 8 વાહન ટકરાયાં: કોઈને જાનહાનિ થઈ નથી

ટેમ્પો ચાલકે અચાનકબ્રેક મારતા સ્થિતિ બગડી

વાપી: વાપી માંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે  પરના પુલ પર એક વિચિત્ર અકસ્માત  સર્જાયો હતો. જેમાં એક સાથે આઠ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ અકસ્માતને કારણે તમામ વાહનોને નુકસાન થયું હતું.

બનાવની વિગત એવી છે કે, વાપીના મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હાઇવેના જીઆઇડીસી ચાર રસ્તા પરના ફ્લાયઓવર બ્રિજ પર પુરઝડપે પસાર થઇ રહેલા એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી હતી. સતત ધમધમતા હાઇવે પર ટેમ્પોની અચાનક બ્રેક વાગતાં પાછળથી પુરઝડપે આવી રહેલા અન્ય સાત વાહનો એક-બીજા સાથે ટકરાયા હતા. પ્રથમ ટેમ્પો અને ત્યાર બાદ એક પછી એક એમ સાત કાર મળી કુલ આઠ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.

(12:27 am IST)