Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સતત ત્રીજા દિવસે કોરોને ડબલ સેન્ચ્યુરી ફટકારી : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 159 દર્દીઓ સાજા થયા : રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : રાજ્ય નો કુલ મૃત્યુઆંક 10,946 : અત્યાર સુધીમાં કુલ 12,15,192 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 55,865 લોકોનું રસીકરણ કરાયું

આજે પણ મોટા ભાગ નાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા : રાજયમાં હાલમાં 1261 કોરોના નાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં આજે કોરોનાના નવા 234 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 159 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,192 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.01 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવંતુ રહેતા આજે રાજયમાં વધુ 55,865 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,08,53,529 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 1261 એક્ટિવ કોરોના ના કેસ છે અને આમાથી 6 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 234 કેસમાં અમદાવાદમાં 130 કેસ, સુરતમાં 21 કેસ, વડોદરામાં 25 કેસ, ભાવનગરમાં 13 કેસ, વલસાડમાં 7 કેસ, રાજકોટ - ભરુચ અને ગાંધીનગર શહેરમાં 4-4 કેસ, જામનગર શહેરમાં 3 કેસ, આણંદ - અરવલ્લી - કચ્છ - મહેસાણા અને સાબરકાંઠા માં 2-2 કેસ અને ખેડા - નવસારી - સુરેન્દ્રનગરમાં 1-1 હેસ નોંધાયો છે.

 

(8:06 pm IST)