Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો : ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા

અક્સ્માતની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલીંગની ટીમ અને હાઇવે એમ્બીયુલન્સ ઘટના સ્થળે પહોંચી: તમામ ઇજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

અમદાવાદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે હતી. અક્સ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકમાં બે પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ હાઇવે પેટ્રોલીંગની ટીમ અને હાઇવે એમ્બીયુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર વણસોલ ગામની સીમ પાસે આ ગમખ્વાર સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અક્સ્માત થયો હતો. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલ ત્રણેયની હાલત નાજુક હોવાની માહિતી મળી હતી. અક્સ્માતની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલીંગની ટીમ અને હાઇવે એમ્બીયુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અને તમામ ઇજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક અનુમાન મુજબ રસ્તાની બાજુમાં  ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા જેમાં એક ડ્રાઇવરનો સમાવેશ થાય છે. કાર એટલી ધડાકાભેર અથડાય હતી કે કારનો કુચ્ચો બોલી ગયો હતો. કારમાં સવાર છ લોકો સુરતથી અમદાવદા થઇ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના છાશવારે બનતી હોય છે. પૂર ઝડપે આવતા ભારે વાહનોને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

(6:01 pm IST)