Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનની ઓફિસમાં જોબ કરતી યુવતીની છેડતી કરનાર બોસની ફરિયાદના આધારે ધરપકડ

વડોદરા: સાઇટ વિઝિટ કરવાના બહાને ઓફિસમાં નોકરી કરતી યુવતીને લઇ જઇ ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ કરતા બોસે તેની છેડતી કરી હતી.જે અંગે તાલુકા પોલીસે માલિકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં પી.જી.તરીકે રહેતી ૨૦ વર્ષની પરપ્રાંતિય યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,હું છેલ્લા એક મહિનાથી અહીંયા રહું છું.અને ૧૦ દિવસથી માંજલપુર જગન્નાથ કોમ્પલેક્સમાં આવેલી દેવ ઇન્ટિરિયરમાં ડિઝાઇનર તરીકે નોકરી કરૃં છું.નોકરી અને ઇન્ટર્નશિપ માટે મેં ગુગલ પર સર્ચ કરતા વડોદરા ખાતે રહેતી એક યુવતીનો મોબાઇલ નંબર મળ્યો હતો.મેં ચાર મહિના અગાઉ તે નંબર પર કોલ કરી સંપર્ક કર્યો હતો.અને ત્યારબાદ ત્યાં  ઇન્ટર્નશિપ કરી હતી.ઇન્ટર્નશિપ પૂરી કર્યા પછી મેં દેવ ઇન્ટિરિયરમાં ડિઝાઇનર  તરીકેની નોકરી શરૃ કરી  હતી.ગત તા.૧૫ મી હું અને મારા બોસ  સાઇટ વિઝિટ  કરીને આવતા હતા.ત્યારે બોસ  મને કાર ચલાવતા શીખવાડવાનું કહીને નવલખી ગ્રાઉન્ડમાં  લઇ ગયા હતા.મેં ના  પાડી છતાંય લઇ ગયા હતા.હું કાર ચલાવતી હતી.તે સમયે  પણ બોસ મારા શરીર  પર હાથ ફેરવતા હતા.એટલે મેં કહ્યું કે, મારે ગાડી ચલાવવી નથી.મને ઘરે છોડી દો.રાતે દશ વાગ્યે તેઓ મને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે છોડી  ગયા હતા.મારી સાથે રહેતી મારી બહેનપણી તેમજ મને નોકરી અપાવનાર યુવતીને મેં આ વાત કરી હતી.નોકરી અપાવનાર યુવતીએ બોસ  સાથે  વાત કરતા તેઓએ અમને મળવા માટે સ્ટર્લિંગ  હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા હતા.અમે ત્રણેય ત્યાં મળવા ગયા હતા.મને  જોબ અપાવનાર યુવતીએ બોસ સતિષને પૂછ્યું કે, તમે કેમ છેડતી કરી ? બોસે  અફસોસ વ્યક્ત કરવાના બદલે થઇ ગયું એ થઇ ગયું.તેવો જવાબ આપ્યો હતો.

(5:53 pm IST)