Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગાંધીનગર જિલ્લામાં ખેતરમાં પોલીસે ઓચિંતાનો છાપો મારી હારજીતનો જુગાર રમતા 6 પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી જુગારની બદી વધી રહી છે ત્યારે પેથાપુર પોલીસે વાસણ ગામના ખેતરમાં દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૫૬૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર શહેર અસાપાસના ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરીને આવા જુગારના સ્થળો ઉપર દરોડા પાડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વાસણિયા ગામે ખરાબાની જગ્યામાં ઝાડ નીચે કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અહીં જુગાર રમતા વાસણ ગામના ઘનશ્યામસિંહ રજુજી વાઘેલા, દિપકસિંહ સતુજી વાઘેલા, વિજય ઉર્ફે ટીનો સંગ્રામજી ઠાકોર અને ઉનાવા ગામના મણીલાલ ગોવિંદભાઇ પરમાર, બળવંત બાબુભાઇ પંચાલ તથા પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ ડાભીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પાંચ હજારની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:49 pm IST)