Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાજપ સંગઠન સાથે સેવા કાર્ય કરે છે, પોષણ અભિયાન પ્રારંભ ઃ રજની પટેલ

 

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં ધર્મેન્‍દ્ર ગજજર, ડો. શ્રધ્‍ધાબેન રાજપૂત, યજ્ઞેશ દવે વગેરે ઉપસ્‍થિત છે. 

ગાંધીનગર, તા. ૧૮ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગઇકાલે સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા ૫૭૯ મંડળોમાં કાર્યક્રમ આપવામાં આવેલ છે તે અંગે પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ડોકટર સેલના સંયોજક ધર્મેન્‍દ્રભાઇ ગજ્જર,મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ ડો. શ્રદ્ધાબેન રાજપુત,પ્રદેશ મીડિયા વિભાગના કન્‍વીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્‍થિત રહ્યા હતા.

મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકારોને  જણાવ્‍યું હતું કે,ભાજપ સેવા અને સંગઠનના માધ્‍યમથી વિવિધ કાર્યો કરે છે. દેશના વડાપ્રઘાન નરેન્‍દ્રભાઇ મોદી એ દેશમાં કુપોષિતબાળકો ન રહે તેનું સુચન કર્યુ છે. ગુજરાત રાજય સરકાર સતત કુપોષિત બાળકોને સુપોષિત કરવાની દિશામાં કાર્યરત છે ત્‍યારે ગુજરાત ભાજપ દ્વારા પણ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં કાર્યકરો દ્વારા અભિયાનને વેગવંતુ કરવા પ્રયત્‍ન કરી રાજયના બાળકો સુપોષિત થાય તેવો પ્રયત્‍ન કરી રહ્યા છે.

આ કાર્યક્રમ હેઠળ ભૂતકાળમાં ભાજપ પાર્ટી દ્વારા કુપોષિત બાળકો માટે બાળઆહાર ની કિટોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું હવે પ્રોટીન આહાર સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે. દરેક મંડળમાં ડોકટર ઉપસ્‍થિત રહી તાપાસ કરી જરૂરિયાત મંદ કુપોષિત બાળકોને પ્રોટિનના ડબ્‍બાનું વિતરણ કરવામાં આવશે.

(12:10 pm IST)