Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મંડળમાં કુપોષિત બાળકોને ડોકટર દ્વારા તપાસ કરી પ્રોટિન ડબ્બાનું વિતરણ કરી બાળકોને સુપોષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે : રજનીભાઇ પટેલ

સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 17 જૂનના રોજ સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ આપવામાં આવેલ છે તે અંગે પત્રકાર પરિષદ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર,મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. શ્રદ્ધાબેન રાજપુત,પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રેસ કોન્ફરન્સને પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધતા જણાવ્યું હતું કે,ભાજપ સેવા અને સંગઠનના માધ્યમથી વિવિધ કાર્યો કરે છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમાં કુપોષણ બાળકો ન રહે તેનું સુચન કર્યુ છે. ગુજરાત રાજય સરકાર સતત કુપોષિત બાળકોને સુપોષિત કરવાની દિશામાં કાર્યરત છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં કાર્યકરો દ્વારા અભિયાનને વેગવંતુ કરવા પ્રયત્ન કરી રાજયના બાળકો સુપોષિત થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ ભૂતકાળમાં ભાજપ પાર્ટી દ્વારા કુપોષિત બાળકો માટે બાળઆહારની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે પ્રોટીન આહાર સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે. દરેક મંડળમાં ડોકટર ઉપસ્થિત રહી તાપાસ કરી જરૂરિયાત મંદ કુપોષિત બાળકોને પ્રોટિનના ડબ્બાનું વિતરણ કરવામાં આવશે. કુપોષિત બાળકો સુઘી પ્રોટિનનો ડબ્બો પહોંચે તે માટે પ્રય્તન કરી બાળકોને સુપોષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં ભાજપના દરેક કાર્યકરે કરેલ મહેનતથી રાજયમાં ઝડપથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટશે તેવો વિશ્વાસ છે.  

(12:42 am IST)