Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજપીપળા નવદુર્ગા હાઇસ્કૂલમાં જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળાનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા૧૭ જૂન નાં રોજ પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મ જયંતિ નિમિત્તે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા નવદુર્ગા હાઈસ્કૂલ માં વૃક્ષા રોપણ  કરવામાં આવ્યું તથા સ્કૂલનાં  વિદ્યાર્થી પાસે પર્યાવરણ જાગૃતિ માટેનાં  સપથ લેવડાવવામાં  આવ્યા હતા
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળા નાં પ્રમુખ રૂપલબેન દોશી તથા મંત્રી મનોજભાઈ જેતલપુરિયા. ખજાનચી હરીવદનભાઈ ગજ્જર.પૂર્વ પ્રમુખ મહેશ ચંદ્ર દલાલ ,તુષાર ભાઈ શાહ સહિત શાળાના આચાર્ય અને શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ રૂપલબેન દોશીએ વિદ્યાર્થીઓને પાણી અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવડાવી જરૂર પૂરતા ભોજનનો ઉપયોગ કરી અન્ન નો બગાડ અટકાવવાનાં પણ સપથ લેવડાવ્યા હતા

(11:32 pm IST)