Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

નાનાઝુંડા ગામે ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતા અજાણ્યા ચોર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના ઝુંડા ગામમાંથી એક મોટરસાઇકલની ચોરી થતા માલિકે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
  પ્રાપ્ત માહિતી અનુસાર અનિલભાઈ ઈશ્વરભાઈ વલવી (રહે મોટા રાયપુરા નિચલ ફળીયું ના.નાંદોદ જી.નર્મદા) એ આપેલી ફરિયાદ મુજબ તેમને તેમના વપરાશ માટે લીધેલી મોટર સાઇકલ નં GJ 22 N 2307 કિ.રૂ. ૫૦,૦૦૦ને નાનાઝુંડા ગામે રહેતા તેમના સાળા આકાશભાઈ અરવિંદભાઇ તડવીનાઓ કામ અર્થે લઈ ગયેલા અને પોતાના ઘરના આંગણામાં લોક કરીને મુશ્કેલ હતી જેને કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)