Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

નિયોજન કેમિકલ્‍સએ આવકમાં અત્‍યાર સુધીમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ (કેતન ખત્રી): નિયોજન કેમિકલ્‍સ લિમીટેડએ ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન અને આખા વર્ષને અંતે મજબૂત નાણાંકીય કામગીરી હાંસલ કરી છે. કંપનીએ Q4 FY22માં અત્‍યાર સુધીમાં સૌથી ત્રિમાસિક અને આખા વર્ષમાં અનુક્રમે રૂ. ૧૫૬.૮ કરોડની રૂ.૪૮૭.૩ કરોડની આવક પ્રાપ્ત કરી છે. આ બાબત આવકમાં Q4 FY22માં ૬૯% ની વૃદ્ધિ દર્શાવે છે. ૪૫% વૃદ્ધિ વધી ગઇ. મજબૂત આવક ક્ષમતા વિસ્‍તરણ પ્રયત્‍નોની સાથે પસંદગીની પ્રોડકટ્‍સમાં રિયલાઇઝેશનમાં લાભ દ્વારા મેળવવામાં આવી છે. ત્રિમાસિક ગાળા દરમિયાન કરબાદ નફો (પીએટી) રૂ. ૧૫.૬ કરોડના સ્‍તરે હતો જે  FY21માં ૯.૩ કરોડ હતો.  FY22 માટ, કર બાદ નફો રૂ. ૪૪.૬ કરોડ થયો, જે. FY21 માં રૂ ૩૧.૩ કરોડ સામે ૪૨% વધુ છે.

Q4 અને FY22 ની કામગીરી પર ટિપ્‍પણી કરતા નિયોજન કેમિકલ્‍સના ચેરમેન અને મેનેજિંગ  ડિરેકટર શ્રી હરિદાસ કાનાણીએ જણાવ્‍યુ હતુ કેઃ ‘‘ કાચા માલની કિંમતો અને ઉપયોગિતા ખર્ચમાં ફુગાવાને કારણે ઊભા થયેલા અભુતપૂર્વ પડકારો તેમ જ સપ્‍લાય-ચેઇનમાં વિક્ષેપ હોવા છતાં વર્ષનું ઉચ્‍ચ સ્‍તરે સમાપન કરવાનો અમને આનંદ છે. અમે આ બધા આંચકાઓને ખાળ્‍યા છે અને અમારું ધ્‍યાન વધુ તીવ્ર બનાવીને અતુલનીય  અમલીકરણ ક્ષમતાઓ સાથે ઉચ્‍ચ-ગુણવત્તાવાળા એન્‍ટરપ્રાઇઝનું નિર્માણ કર્યુ છે. વર્ષ દરમિયાન, અમે નવી ઊંચાઇઓ સર કરી હતી અને  FY21ની તુલનામાં ૪પ% વૃદ્ધિ કરીને અમારા આવકના માપદંડોને હાંસલ કર્યા છે. નફાકારતાના માપદંડો આવકમાં વેગને પ્રતિબિંધિત કરે છે, જે ઉત્‍પાદન કાર્યક્ષમતા અને શાણપણભર્યા ખર્ચ વ્‍યવસ્‍થાપન દ્વારા વધુ પ્રોત્‍સાહન આપે છે. તેમ યાદીમાં જણાવાયું છે.''

(4:02 pm IST)