Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ઓરિસ્સાના ડ્રગ્સ માફિયાઓના તમામ આઈડિયા ફરી ફેલઃ સુરત એસ.ઓ.જી. દ્વારા ગાંજાના જથ્થા સાથે ત્રણને ચૂપચાપ ઊઠાવી લીધા

ગુજરાતનાં યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાના વધુ એક પ્રયાસને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને પીઆઈ આર.એસ.સુવરા ટીમે નિષ્ફળ બનાવ્યો : ગુજરાતનાં યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાના વધુ એક પ્રયાસને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને પીઆઈ આર.એસ.સુવરા ટીમે નિષ્ફળ બનાવ્યો રાજકોટ જિલ્લાના જસદણમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાના એક વર્ષથી ફરારી આરોપી પણ એસ.ઓ.જી.ના સંકજામાં

રાજકોટ,તા.૧૮: સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા આખા પોલીસ સ્ટાફ અને લોકોના સહયોગથી ડ્રગ્સમુકત સુરત અભિયાન અંતર્ગત જબરદસ્ત અભિયાન છતાં જે રાજયના ડ્રગ્સ માફિયાની મિલકત જપ્ત કરાવી છતાં અધધધ કમાણીને કારણે ઓરિસ્સાના ડ્રગ્સ માફીયાઓ દ્વારા સુરત સહિત ગુજરાતમાં ગાંજા જેવા કેફી પદાર્થ ઘુસાડવાના પ્રયાસો સુરત એસ.ઓ.જી. ફરી એક વખત બે ડગલાં આગળ રહી તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવી ગાંજા જથ્થા સાથે ત્રણને સંકજામાં લીધા છે, સાથે સાથે સુરત પોલીસ દ્વારા ચર્ચાસ્પદ ગુન્હાઓના આરોપીઓ પણ ઝડપી લેવા સાથે સુરત સાયબર ક્રાઈમના એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમને પણ મોટી સફળતા મળી છે.

જે હકીકત આધારે તા.૧૬/૫/૨૦૨૨ના રોજ એસ.ઓ.જી.ના પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી. જાડેજા તથા એએસઆઈ મો.મુનાફ ગુલામરસુલ, એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ, એચસી સહદેવસિંહ ભરતસિંહ, એચસી જગશીભાઈ શાંતીભાઈ, એચસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ, એચસી અજયસિંહ રામદેવસિંહ, પીસી સિકંદર બિસમીલ્લા, પીસી રાજેશભાઈ પિતામ્બરભાઈ નાઓ સાથે ઉધના રેલ્વે સ્ટેશનના ગેટની બહારની સાઈડે રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપરથી ઓડીશા રાજયથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલેવરી કરવામાં માટે આવેલ આરોપી (૧) સુશાંત ઉર્ફે બાદલ લ્/બ્સુરેન્દ્ર મુડુલી ઉ.વ.૧૮ રહે.ઉડીયા સ્ટ્રીટ ગામ રાજપુર થાના છત્રપુર જી.ગંજામ (ઓડીશા) (૨) નારાયણ લ્/બ્ ધ્વીતીકૃષ્ના શાહુ ઉ.વ.૨૫ રહે. મોટો મહોલ્લો ગામ સિકીરી થાના હિંજલીકાટુ જી.ગંજામ નારાયણ લ્/બ્ ધ્વીતીકૃષ્ના શાહ ઉ.વ.૨૫ રહે. મોટો મહોલ્લો ગામ સિકરી થાના હિંજલીકાટુ જી.ગંજામ (ઓડીશા) (૩) રાહુલકુમાર લ્/બ્ રમેશચંદ્ર શાહુ ઉ.વ.૨૧ રહે. બ્લોક શેરાગડા કુલાગડ ગામ થાના  ધરાગોડ જી.ગંજામ (ઓડીશા)વાળાઓને પ્રતિબંધિત ગાંજો વજન ૩૦ કિલો ૩૫ ગ્રામની કુલ કિ.રૃા.૩,૦૦,૩૫૦ રોકડા રૃા.૩૧૩૦ મોબાઈલ ફોન નંગ.૩ કિં.રૃા.૨૦,૫૦૦ રેલ્વે ટીકીટ નં.૩ કિ.રૃા.૦૦, આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી- નં.૦૦, કિ.રૃા.૦૦, ટ્રાવેલીંગ / ટ્રોલી બેગ નં.૦૩ કિં.રૃા.૦૦/- મળી કુલ્લે કિં.રૃા.૩,૨૩,૯૮૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

મજદુર પકડાયેલ આરોપીઓની ઓડીશા રાજયથી ચાલતી નાર્કોટીકસની પ્રવૃતી બાબતે ઊંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપીઓએ જણાવેલ છે કે, સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય જેથી ઓડીશા ખાતેથી ગાંજાનો જથ્થો મોકલનાર વોન્ડેટ આરોપીએ પકડાયેલ આરોપીઓને પૈસા આપવાની લાલચ આપી ઉપરોકત ત્રણેય આરોપીઓને ગાંજાના મોટો જથ્થા સાથે ટ્રેનમાં જવા- આવવાની વ્યવસ્થા કરી કોઈને શંકા ન જાય તે માટે ટ્રોલી- ટ્રાવેલીંગ બેગમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી સુરત ખાતે ગાંજાનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને ડિલીવરી કરવા માટે આવતા પકડાઈ ગયેલ તેમજ ગાંજાનો જથ્થો સુરત શહેર સુધી પહોંચાડવા બદલ ત્રણેય આરોપીઓને પાંચ- પાંચ હજાર મળવાના હતા વિગેરે હકિકત જણાવેલ છે.

સુરત સાયબર ક્રાઈમ પણ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ કાબિલે દાદ કામગીરી બજાવી રહી છે, હજીરા, ઘોઘા, રો ફેરીના કંપનીના સંચાલકો સાથે છેતરપીંડી કરનાર ભેજાબાજને દિલ્હીથી ઝડપવા સાથે અનોખો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો.

(3:09 pm IST)