Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપીને પકડી ૧૩ મો.સા. રીકવર કરી ૧૪ ગુના ડીટેક્ટ કરતી એલ.સી.બી.નર્મદા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે  એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર ,એલ.સી.બી નાઓ સ્ટાફ સાથે રાજપીપળા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન બાતમી મળેલ કે નર્મદા જીલ્લામાં વાહન ચોરી કરી ગેંગના સભ્યો રાજપીપળા તરફ આવનાર છે.જે બાતમી ના આધારે જુના રામપરા થી વાવડી જતા રસ્તા પરથી એક નંબર પ્લેટ વિનાની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ આવતા આ મો.સા. ચાલકને પકડી મોટર સાયકલના કાગળો તથા અન્ય પુછપરછ કરતા સંતોષ કારક જવાબ નહી મળતા આ મોટર સાયકલના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન તેમજ વહન પોર્ટલ ઉપર ચેક કરતા રાજપીપળા પો.સ્ટે.માં ચોરીનો ગુનો રજીસ્ટર થેયલ હોય આ મોટર સાયકલ ગુનાના કામે કબજે લઇ આરોપી સચીન ઉર્ફે નિહાલસિંગ જુગડીયા રહે.સુમન્યાવાટ , તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) ની વિશેષ પુછપરછ કરતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ગુજરાતના અલગ અલગ જીલ્લામાંથી મોટર સાયકલ ચોરીના ગુનાને અંજામ આપેલ જેથી આરોપીને સાથે રાખી આરોપીના વતન ખાતેના રહેણાંક પરથી તથા સહ આરોપીઓના રહેણાંક પરથી તપાસ કરતા કુલ -૧૩ મો.સા. રીકવર કરી,૧૪ ગુના એલસીબી, નર્મદા એ ડીટેક્ટ  કરવામાં સફળતા મેળવી છે.

(10:58 pm IST)