Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ભાજપ સાંસદની રજૂઆતો બાદ પણ કોઈ અસર નથી : રાજપીપળા કોવિડનો અનુભવી નર્સિંગ સ્ટાફ હજુ રીલિવ કરાયો નથી

આટલા લોકો મરવા છતાં આવી ગંભીર બેદરકારી બાદ પણ કોઈના પેટનું પાણી હાલતું નથી અને વેપારીઓ પાસે ધંધા બંધ કરાવવા મિટિંગો કરાતા શુ ફાયદો થશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલનો અનુભવી નર્સિંગ સ્ટાફ વડોદરા મોકલી આપ્યા બાદ નર્મદા જિલ્લામાં અનુભવી સ્ટાફની અછત પડતા સાંસદ મનસુખભાઇ વસાવાએ ના.મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજુઆત કરી ત્યારબાદ શુક્રવારે સાંસદએ અચાનક કોવિડ હોસ્પિટલની મુલાકાતમાં પણ સ્ટાફ પરત ન મોકલાવ બાબતે રોષ ઠલાવ્યો હોવા છતાં હજુ સુધી 10 જેવો અનુભવી નર્સિંગ સ્ટાફ વડોદરાથી પરત ન મોકલી ત્યાંના અધિકારીઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે બીજો સ્ટાફ આપો તો આ સ્ટાફ રીલિવ કરીશું તો આ કોની મનમાની હશે.?આટલી બુમો બાદ પણ માત્ર મનસુખભાઇ વસાવા અને નર્મદા બાર એસોસિએશન સિવાય કોઈ આ બાબતે કેમ રસ લેતું નથી.? મનમાની કરતા અધિકારીઓ પર કોના આશીર્વાદ છે.?જેવા અનેક સવાલો હાલ નર્મદા માં ચાચાઈ રહ્યા છે.

(9:47 pm IST)