Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

પોલીસ કમર્ચારીઓની સાથે સાથે તેમના પરિવારના સભ્યોને પણ કોરોના સંક્રમણથી બચાવવા જરૂરી કાળજી લેવા ડીજીપી આશિષ ભાટીયાનો નિર્દેશ

ફ્રન્ટ લાઇન વોરીયસર્ તરીકે પોલીસને કોરોનાથી બચાવવા પગલાં લેવા પોલીસ વિભાગનું આયોજન

ગાંધીનગર: COVID-19ને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા થતી કોવીડ નિયંત્રણ અંગેની કાયર્વાહી વધુ સધન કરવા ડીજીપી આશીષ ભાટીયા દ્વારા તમામ પોલીસ વડાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહેલ હોવાથી પોલીસને વધુ સઘન રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આવી કામગીરી કરતી વખતે પોલીસ કમર્ચારીઓ પોતે સંક્રમિત ન થાય તે માટે તમામ કાળજી લેવા સૂચના આપવામાં આવી છે.

           રાજ્ય પોલીસ વડા  આશીષ ભાટિયા દ્વારા તમામ શહેરના પોલીસ વડાઓને  પોલીસ કમર્ચારીઓ અને તેમના પરિવારની ખાસ કાળજી લેવા સૂચના  આપવામાં આવેલ છે. જે પોલીસ કમર્ચારીઓને હજુ વેક્સીનનો પ્રથમ અથવા બીજો ડોઝ લેવાનો બાકી છે, તે તમામની વેક્સીનેશનની પ્રક્રિયા સત્વરે પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત ફરજ પરના પોલીસ કમર્ચારીઓ સંક્રમિત ન થાય તે માટે તેમને પૂરતી સંખ્યામાં માસ્ક, સેનીટાઇઝર અને તકેદારીના ભાગ રૂપે સ્વાથ્ય જાળવી રાખવા માન્ય તમામ  મેડીસીન્સ જવી કે હોમીયોપેથીક દવાઓ, આયુવદીક ઉકાળા વગેરે આપવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોઇ પોલીસ કમર્ચારી અથવા એના  પરિવારના સભ્યો સંક્રમિત  થાય તો તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા ઉપર રાજ્ય પોલીસ વડા દ્વારા  ભાર મૂકવામાં આવેલ છે. જરૂર પદે પોલીસ કમર્ચારી અથવા તેમના પરિવારના સભ્યોને હોસ્પીટલાઇઝેન કરાવવા માટે પણ પોલીસ વિભાગ તરફથી કાયર્વાહી કરવામાં આવે તેવું તમામને જણાવવામાં આવેલ છે. પોલીસ  દ્વારા  કોવીડ અનુસંધાને દાખલ થતાં ગુનાઓ તથા દંડ કરવા અંગેની થતી કામગીરીની રાજ્ય પોલીસ વડા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. 

(8:07 pm IST)