Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસો સતત વધવાના કારણે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ‘ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ’

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસો સતત વધવાના કારણે અલગ-અલગ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત તાજેતરમાં AMC દ્વારા શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રૂ RT-PCR ટેસ્ટ ની શરૂઆત કરવામાં આવી છે. ડ્રાઈવને નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ લેબની મદદથી પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે

શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર ખાતે આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રૂ ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 8 થી સાંજ ના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચાલતા કે ટૂ-વ્હીલર પર જઈને પણ તમે કોરોના ટેસ્ટ કરાવી શકો છો.

માટે ટેસ્ટિંગ કરાવનાર વ્યક્તિએ પ્રવેશ સમયે QR કોડ સ્કેન કરવો પડશે. જેમાં તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ સિસ્ટમ જનરેટેડ ટોકન નંબર મળશે, જેને ટેસ્ટિંગ કલેક્શન કાઉન્ટર પર બતાવ્યા બાદ ટેસ્ટિંગ થશે. ટેસ્ટિંગ બાદ 24 થી 36 કલાકમાં રિપોર્ટ વ્હોટ્સએપ, SMS અથવા -મેઇલ મારફતે મોકલવામાં આવે છે.

(3:32 pm IST)