Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ગુજરાતના સિનીયર ડોકટર વિડીયોના માધ્યમથી ગુજરાત સરકારને લોકડાઉન જાહેર કરવા માંગણી કરી છે : નહિ તો વધુ તારાજીની પણ ચેતવણી આપી છે

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે.

ડો. વસંત પટેલની લોકડાઉન માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. ડો. વસંત પટેલ કહે છે કે હાલ ગુજરાતમાં કોરોનાની ઘાતકી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોમાં એક સાથે વધુ કેસો જોવા મળી રહ્યા છે એટલું નહી પણ કોરોનાને કારણે મોતનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. લોકો મૃત્યુ પામી રહ્યાં છે અને દુર્ઘટનાને રોકવાનો એક રસ્તો છે લોકડાઉન. લોકડાઉન સિવાય કોઇ રસ્તો નથી. કલાકારો, વેપારી, ડોક્ટરો, સંતો બધા લોકડાઉન ઇચ્છે છે.

ડો. વસંત પટેલ વધુમાં કહ્યુ હતુ કે, CM સંવેદનશીલ છે તો આટલા મૃત્યુ બાદ પણ લોકડાઉન કેમ નહી? અમને સાચી પરિસ્થિતિ ખબર છે માટે વિનંતી કરીએ છીએ કે હવે લોકડાઉન એક માત્ર રસ્તો છે કોરોનાની મહામારીની ચેન તોડવાનો નહીં તો મહામારી હજુ વધુ તારાજી સર્જશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે. અને 3,783 દર્દીઓ સાજા થયાં છે. સાથે અત્યાર સુધીમાં 3,33,564 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોંચ્યો છે.

(1:00 pm IST)