Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગુજરાત રાજ્યસભાની બે ખાલી બેઠકો પર ફોર્મ ભરવાનો અંતિમ દિવસે સમય પૂર્ણ : ભાજપના ઉમેદવારો બિનહરીફ

લોકોને પડી રહેલી તકલીફો અને સમસ્યાઓનો ઝડપથી અંત લાવવાનો પ્રયત્ન કરવા બંનેનો કોલ

ગાંધીનગર: રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર ગુરુવારે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ભાજપનાં બન્ને ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બંને ઉમેદવારોને વિધાનસભાની અંદર જ મેન્ડેટ આપ્યા હતા. જે બાદ બંને ઉમેદવારોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજય મંત્રી પ્રદીપસિહ જાડેજા સહિત મંત્રીમંડળના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિતીમાં દાવેદારી નોંધાવી હતી

રાજ્યસભાના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવ્યા બાદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, મારી આસપાસના લોકો તેમજ મારા પ્રવાસ દરમિયાન જે કંઈ પણ સવાલો અને સમસ્યાઓ આવશે તે અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરીને તેનો ઝડપી નીવેડો આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારોની અટકાયત કરીને લઈ જવાામં આવે છે, તે સમસ્યાને વધુ મહત્વ આપવામાં આવશે. સામાન્ય લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. Gujarat Rajya Sabha Seats

જ્યારે બીજા ઉમેદવાર અનાવાડિયા (પ્રજાપતી)એ જણાવ્યું કે, મારી પ્રાથમિક્તા લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની રહેશે. લોકોને પડી રહેલી તકલીફો અને સમસ્યાઓનો ઝડપથી અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ના હોવાથી તે ઉમેદવાર જાહેર કરવાની નથી. આથી ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા બનશે. હવે ચૂંટણી પ્રક્રિયા મુજબ ફોર્મની ચકાસણી કર્યા બાદ બન્ને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે.jarat

જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ભાજપ નેતા અભય ભારદ્વાજના અવસાન બાદ આ બન્ને બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. જેના કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત નહીં કરવાનો નિર્ણય કર્યો હતો

(7:30 pm IST)