News of Sunday, 18th February 2018

ડીસાના ભીલડી હાઈવે પર થયો ગોઝારો અકસ્માત : જીપે બાઈક સવારોને ઉલાળ્યા

બાઈક પર સવાર માતા-પીતાને પહોચી ગંભીર ઈજા : બાળકનો થયો આબાદ બચાવ

ડિસા : આજકાલ રસ્તાઓ પર બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાનું દુષણ ખુબ વધી ગયું છે. આના લીધે અનેક લોકોને અણધાર્યું નુકશાન પહોચી જાય છે અને અનેક નિર્દોષોના પરિવારનો માળો વિખેરાય જાય છે. આવીજ વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસા ભીલડી હાઈવે પર જોવા મળી હતી.

અહીં હાઈવે પર આવેલી વસંત હોટલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા જીપવાળાએ બાઈકને હડફેટે લેતાં બાઈક પર સવાર માતા પિતા અને તેમનો બાળક રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક દૂર સુધી ઢસડાયુ હતુ. આ દૂર્ઘટનામાં માતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરંતુ નાના બાળકનો આબાદ બચાવ થયો છે.

અકસ્માત થયા બાદ તુરંત જ નાનુ બાળક પોતાની માતા પાસે પહોંચે છે. તો બીજી તરફ જે જીપવાળાએ બાઈકને ટક્કર માર્યા બાદ આ વાહન પણ આગળ જતાં બેલેન્સ ગુમાવતુ નજરે પડે છે. હીટ એન્ડ રનની ઘટનાને પગલે આસપાસના લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડ્યા હતા. જ્યારે ટક્કર મારીને ફરાર થઈ જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ ગઈ હતી.

(11:46 pm IST)
  • રાજકોટના કોઠારિયા રોડ હુડકો વિસ્તારમાં મારામારી અને ચોરી જેવા ગુન્હા આચરનાર નામીચ શખ્શ કિશન પીઠડીયાની શાન ઠેકાણે પાડતી રાજકોટ પોલીસ : જાહેરમાં આ બદમાશ પાસે મંગાવી માફી, જે પ્રસ્તુત તસ્વીરમાં જોઈ શકાય છે. access_time 8:29 pm IST

  • પંજાબ નેશનલ બેંક અને નીરવ મોદી કૌભાંડ મામલામાં EDએ વડોદરા અને અમદાવાદના નક્ષત્ર શોરૂમ અને 'વન મોલ'માં રેડ પાડી છે. ૨૫૦થી વધારે ઘરેણા ભરેલા બોક્ષ જપ્ત કર્યા છે. રેડની કાર્યવાહી હજુ લાંબી ચાલશે તેમ જાણવા મળે છે. access_time 7:02 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની હાલતમાં થયો સુધાર : બજેટસત્રમાં ભાગ લેશે : તેમની સારવાર મંબઈની લીલાવતી હોસ્પીટલના પ્રસિદ્ધ કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. પી. જગન્નનાથની દેખરેખમાં થઈ રહી છે. access_time 10:46 am IST