News of Sunday, 18th February 2018

ભાનુભાઇના પત્નીની હઠ જીજ્ઞેશ મેવાણીને મુકત કરોઃ પછી જ પતિનો મૃતદેહ સંભાળશેઃ સાંજે એસ.ઓ.જી.એ જીજ્ઞેશ મેવાણીને મુકત કર્યા

ગાંધીનગરઃ પાટણની ઘટના સંદર્ભે દલિત આંદોલનના ભાગરૃપે જીજ્ઞેશ મેવાણીની પોલીસે ધરપકડ કરતા ભાનુભાઇના પત્નીએ તેમના પતિનો મૃતદેહ નહિ સંભાળવાની જીદ કરી હતી અને જો જીજ્ઞેશ મેવાણીને મુકત કરાય પછી જ તેમના મૃતદેહ સંભાળવાની વાત કરી હતી.

ગાંધીનગર: પાટણ કલેક્ટર કચરીમાં ખાતે ત્રણ દિવસ અગાઉ જમીનની માગણી માટે આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનો મૃતદેહ પરિવારે સ્વિકારવાનો ઇનકાર કર્યા બાદ આજે રાજ્યભરના જુદાજુદા શહેરોમાં દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદ બંધ કરાવવા નિકળેલા જીજ્ઞેસ મેવાણીની સવારે જ પોલિસે અટકાયત કરી લીધી હતી. જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠેલા ભાનુભાઇના પત્નીએ જીજ્ઞેસ મેવાણીને મુક્ત કરવાની માગણી કરી છે.

મૃતક ભાનુભાઇના પત્નીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યુ હતુ કે જીજ્ઞેસ મેવાણી છેલ્લા ચાર દિવસથી મારી સાથે જ હતા. મારા પતિએ સમાજ માટે શહિદી વહોરી છે અને તેમનું બલિદાન એળે ન જવુ જોઈએ. અમારી માગણી છે કે જીજ્ઞેસ મેવાણીને મુક્ત કરવામાં આવે ત્યાર બાદ જ ધરણા સમાપ્ત કરાશે. અમારી માંગણીઓને સરકારે સાંભળી પરંતુ હજુ સુધી લેખિતમાં કોઈ જવાબ આપ્યો નથી તેથી તેથી અમારુ આંદોલન જારી રહેશે. જીજ્ઞેસ મેવાણી અમારા માટે ધરણા પર બેઠા અને અમારો પક્ષ લીધે એ માટે સરકારને ન ગમ્યુ અને અમારા કારણે તેમની પોલિસે અટકાયત કરી છે. અમારે જીજ્ઞેસભાઇ પહેલા જોઈએ.

જો દસ દિવસ સુધી પણ મારા પતિના મૃતદેહને અહીં રાખવો પડે તો ભલે રાખવો પડે પરંતુ જીજ્ઞેસભાઇને મુક્ત કર્યા વિના અહીંથી નહીં હટીએ. જીજ્ઞેસભાઇ અહીં આવશે ત્યાર બાદ જ મારા પતિના મૃતદેહની અહીંથી લઇ જઇશું.

(10:59 pm IST)
  • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા એસપીને દારૂની હાટડીઓ બંધ કરવા 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું : દારૂનું વેચાણ બંધ કરાવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચિમકી પણ ઉચ્ચારી : દિયોદરમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને યોજેલ સભામાં અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર તેમજ બનાસકાંઠા પોલીસને આડે હાથ લીધા હતા access_time 10:27 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની હાલતમાં થયો સુધાર : બજેટસત્રમાં ભાગ લેશે : તેમની સારવાર મંબઈની લીલાવતી હોસ્પીટલના પ્રસિદ્ધ કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. પી. જગન્નનાથની દેખરેખમાં થઈ રહી છે. access_time 10:46 am IST

  • રશિયાના ડેગસ્ટેનના ઉત્તર કાકેશસ વિસ્તારમાં ઑર્થોડૉક્સ ચર્ચમાં થયું અંધાધૂંધ ફાયરિંગ : 5 મહિલાના મોત : 2 પોલીસ ઓફિસર્સ થયા ઘાયલ : અજ્ઞાત હમલાવરને ઠાર મરાયો : સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો access_time 2:04 am IST