Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ગુજરાતની આવતી ચુંટણીઓમાં ૩પ આઇએએસ, આઇપીએસ ઓફીસર્સની ઓબ્ઝર્વર તરીકે નિમણુંક

રાજકોટ, તા, ૧૮: આગામી  વિધાનસભાની ચુંટણીઓને ધ્યાને લઇને ચુંટણી પંચ દ્વારા રાજયના ૩પ આઇએએસ, આઇપીએસ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે આઇએએસ અધિકારીઓના નામ ઓબ્ઝર્વર તરીકે કલીયર કરાયા છે તેમાં રાજેશ મંજુ, એસ.કે.મોદી, સ્વરૂપ પી., કે.એન.શાહ, ડી.ડી.જાડેજા, દિલીપ રાણા, રત્નકંવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોષી, શાહમીના હુસેન, ધનંજય દ્વિવેદી, એમ.થેનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે.રાજેષ, પ્રવિણ ચૌધરી, ડી.એન.મોદી, ડી.એચ.શાહ, આશીષકુમાર, અશ્વિનીકુમાર, મોહમદ સાહીદ, આલોક પાંડે, એસ.મુરલીક્રિષ્ના, કિરણ ઝવેરી અને આર.કે.મહેતા સમાવેશ થાય છે. આવીજ રીતે આઇપીએસ અધિકારીઓમાં ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વાબાંગ જમીર, અર્ચના શિવહરે, ટી.એસ.બિસ્ત, આર.બી.બ્રહ્મભટ્ટ અને રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે.

(12:34 pm IST)