Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

આજના યુગમાં જજ અને કોર્ટે જાહેર ટીકા અને સ્‍ક્રૂટિની માટે તૈયાર રહેવું જ પડે

જસ્‍ટિસ પી.ડી. દેસાઇ મેમોરિયલ લેક્‍ચરમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ હરીશ સાલ્‍વેનું વક્‍તવ્‍ય : ન્‍યાયતંત્ર જ્‍યારે ‘ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ગવર્નન્‍સ' બની હોય ત્‍યારે એની તીવ્ર સ્‍ફૂટિની ન થાય તો લોકશાહી જોખમાશેઃ હરીશ સાલ્‍વે : સામાન્‍ય વ્‍યક્‍તિની ટીકાનો જવાબ હાસ્‍ય હોવો જોઈએ, પરંતુ સ્‍થાપિત હિતો અને રાજકારણીઓની બદઇરાદાપૂર્ણ ટીકા વિરૂધ્‍ધ આપણે ન્‍યાયપાલિકાના સભ્‍યો તરીકે અવાજ ઉઠાવવો પડે : ન્‍યાંયતંત્ર જેવી સંસ્‍થાની આલોચના આપણી લોકશાહીને આગળ વધારવામાં મદદરૂપ થવી જોઇએ

અમદાવાદઃ   સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ હરીશ સાલ્‍વેએ પ્રલીન પબ્‍લિક ચેરિટેબલ ટ્રસ્‍ટઅને પી.ડી.દેસાઇમેમોરિયલ લેક્‍ચર અંતર્ગત ‘ન્‍યાયતંત્રની આલોચના, કન્‍ટેમ્‍ટનો અધિકારક્ષેત્ર અને સોશિયલ મીડિયાના યુગમાં તેનો ઉપયોગ વિષય પર વિચારપ્રેરક વક્‍તવ્‍ય આપ્‍યું હતું. જેમાં તેમણે એવો મત રજૂકર્યો હતો કે, આપણે એક સમાજ તરીકે, એક લોકશાહી તરીકે ખૂબ વિકસિત અને સમળદ્ધ બન્‍યા છીએ. એની સાથે સાથે ન્‍યાયતંત્રમાં હકારાત્‍મક પરિવર્તનો આવ્‍યા છે અને એકરીતે ‘ન્‍યાયતંત્રનું' ‘ક્રિષ્‍નારાઈઝેશન' થયું છે. એટલે કે, ન્‍યાયતંત્ર ‘ડિસ્‍પુટ રેસોલ્‍યુશન ટ્રિબ્‍યૂનલ્‍સ' નહીં, પરતુ ‘ઇન્‍સટિટયૂટ ઓફ ગવર્નન્‍સ' બન્‍યું છે. જો ન્‍યાયતંત્ર ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ગવર્નન્‍સ હોય તો તેણે જાહેર ટીકા કે જાહેર સ્‍ફૂટિની માટે તૈયાર જ રહેવું પડે. જો આ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ગવર્નન્‍સ (ન્‍યાયતંત્ર)ની તીવ્ર સ્‍ફૂટિની નહીં થાય તો લોકશાહી જોખમમાં મૂકાશે.

 લંડનથી લાઇવ વેબિનારના માધ્‍યમથી લેક્‍ચર આપતાં હરીશ સાલ્‍વેએ કહ્યું હતું કે, આપણા માટે ગર્વની વાત છે કે, કોર્ટો સમય સાથે વિક્‍સીત થઇ છે અને એમાં નાગરિકોનો વિશ્વાસ હજુ અકબંધ છે. સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ મોટા-મોટા બંધારણીય મુદ્દા પર ચર્ચા કરે છે, નિર્ણયો કરે છે. પ્રવાસી શ્રમિકો, ખેડૂત ઓદોલનો, ભૂકંપ, દુષ્‍કાળ જેવા મુદ્દ પર કોર્ટ ફ્રન્‍ટફૂટ પર આવીને કેસો ચલાવે છે. જ્‍યારે આવા મુદ્દા પર કોર્ટ ચર્ચા-વિચારલા કરીને નિર્ણયો કરશે ત્‍યારે સ્‍વાભાવિક છે કે કયાંકને કયાંક એ ટીકાનો ભોગ પલ બને. જજો પણ સામાન્‍ય વ્‍યક્‍તિ છે ત્‍યારે શકય છે કે આવી ટીકાથી તેઓ વ્‍યથિત થાય, પરતુ જો જજ કે ન્‍યાયતંત્રની ટીકા કોઈ સામાન્‍ય વ્‍યક્‍તિએ કરી હોય ત્‍યારે તેનો જવાબ સહજ હાસ્‍ય હોવો જોઇએ, પરંતુ જો કોઇ સ્‍થાપિત હિત કે રાજકારણી દ્વારા મલિન ઇરાદાપૂર્ણ ટીકા કરી ન્‍યાયતંત્રને બદનામ કરવાના પ્રયત્‍ન કરે તો એ ન્‍યાયતંત્રની ગરિમા, સ્‍વતંત્રતા પરતરાપ સમાનછે. તેમણે કહ્યું હતું કે, ન્‍યાયતંત્રની સ્‍વતંત્રતા અને પારદર્શિતા પર સવાલ થવા જોઇએ નહીં. ન્‍યાયતંત્ર ધારાસભાના દબાણમાં કામ કરે એવા આક્ષેપો થાય ત્‍યારે એ સંસ્‍થા સામેના પ્રહાર છે અને એ નાગરીકોનો વિશ્વાસ ડગમગાવે છે. આવા સમયે કયાં લક્ષ્મણ રેખા દોરવી એ નક્કી કરવા જેટલા પરિપક્‍વ હજુ આપણે થયા નથી, પરંતુ એપણ નિર્વિવાદ છે કે નાગરિકો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટને સન્‍માનની દષ્ટિએ જૂએ છે. એટલે કે, લોકોને હજુ પણ કોર્ટ પર વિશ્વાસ-આસ્‍થા છે. તેથી કોઇ ગમે તેવી ટીકા કરતું હોય કરવા દો. કેમ કે, નાગરિકોને હજુ ન્‍યાયતંત્રમાં વિશ્વાસ છે અને તેથી જ તેના મૂળિયા અડીખમ છે. આપણે સૌ એડવોકેટસ (બારના સભ્‍યો) પણ ન્‍યાયપાલિકાનો ભાગ છીએ ત્‍યારે કોર્ટ કે જજની બદઇરાદા પૂર્ણ થતી ટીકા કે આલોચના વિરુદ્ર આપણે અવાજ ઉઠાવવો પડશે.

  હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સુરેશ શેલતે હરીશ સાલ્‍ેનો શાબ્‍દિક પરિચય આપ્‍યો હતો જ્‍યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ વેબિનારમાં હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ વિક્રમ નાથ, સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ એમ.આર.શાહ, જસ્‍ટિસ સી.કે. ઠક્કર, સોલિસીટર જનરલ તુષાર મહેતા, ધારાશાષાીઓ અને નિરમા, જીએલએસ અને જીએનએલયુના વિધ્‍યાર્થીઓ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.  (નવગુજરાત સમયમાંથી સાભાર)

સંસદમાં બનતા કાયદાની ટીકા થાય તો ન્‍યાય આપવાની પ્રક્રિયાની પણ ટીકા થાય

કોર્ટ દ્વારા અપાતા નિર્ણયો કે ચુકાદાની ટીકા થાય તો શું ન્‍યાયની પ્રક્રિયા ટીકા થઇ શકે એ મુદે હરીશ સાલ્‍વેએ કહ્યું હતુ કે ‘આપણે સંસદમાં બનવા કાયદાની ટીકા કરીએ છીએ એ કાયદો ઉતાવળે પસાર કર્યો વગેરે જો આપણે સંસદમાં થતી પ્રક્રિયાની ટીકા કરી શકતા હોઇએ તો એવી જ અન્‍ય બંધારણીય સંસ્‍થા સુપ્રીમ કે હાઇકોર્ટમાં થતી ન્‍યાયની પ્રકિયાની પણ ટીકા શકય છે.

(4:41 pm IST)