Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજપીપળા APMC ખાતે ભાજપાની નાંદોદ તાલુકા આઈ.ટી.સેલની બેઠકમાં ચક્ષુહીન જયભાઈ પટેલ જોડાયા

નાનપણથી ચક્ષુહીન જયભાઈ પટેલ રાષ્ટ્રવાદી વિચાર ધારા હોવાને કારણે રાષ્ટ્રના કલ્યાણ માટે ભાજપા સાથે જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપા જિલ્લા અધ્યક્ષ ધનશ્યામભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નાંદોદ તાલુકા આઈ.ટી.સેલની બેઠક યોજાઇ આ બેઠકમાં નાંદોદ તાલુકા ભાજપના અધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, જિલ્લા કન્વીનર યતિનભાઈ નાયક, સહ કન્વીનર રોનક ભાઇ પટેલ, ભારતીય જનતા યુવા મોરચા મંત્રી રક્ષિત ભાઈ વસાવા, પ્રેમ ભાઈ વસાવા, ધર્મેન્દ્રભાઈ વસાવા  વિપુલભાઈ સહિતનાઓ  ઉપસ્થિત રહ્યા.
  ભાજપા જિલ્લા અધ્યક્ષ ધનશ્યામ ભાઈ પટેલ ના હસ્તે ધાનપોર ગામનાં જય ભાઈ પટેલ નામના એક યુવક એ ખેસ પહેર્યો અને ભાજપા આઈ.ટી.સેલ મા જોડાયા. આ જયભાઈ નાનપણની ચક્ષુહિન હોવા છતાં રાષ્ટ્રવાદી વિચારધારા હોવાને કારણે એમનુ એવુ માનવું છે કે રાષ્ટ્રના કલ્યાણ માટે હુ પણ ભાજપા પાર્ટી સાથે જોડાઈ ફૂલ નહી પણ ફૂલની  ફૂલની પાંખડી જેટલુ યોગદાન આપી રાષ્ટ્ર માટે કાર્ય કરવા માંગુ છું અને ભારત સરકાર અને રાજ્ય સરકારની ની દરેક જનકલ્યાણ ની યોજનાઓ સોશિયલ મીડિયા દ્વારા જન જન સુધી પહોંચે એવો પ્રયાસ કરીશ,જયભાઈ ચક્ષુહિન હોવા છતાં પણ ફેસબુક, ઈનસ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવી એપો TOK BACK નામની એપલીકેશન દ્વારા ચલાવે છે જેને આપણે બોલતી એપ્લીકેશન પણ કહી શકીએ.એ સિવાય લેપટોપ પણ ખૂબ જ સારી રીતે ચલાવવામાં એ આગવી આવડત ધરાવે છે.

(10:51 am IST)