Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વિધાનસભામાં સરકાર સામે કોંગ્રેસ છાયા પ્રધાનમંડળ બનાવશે

કોંગ્રેસ સમાંતર સરકાર જેવી કાર્યવાહી કરશે :ધારાસભ્યોને સરકાર સમકક્ષ ખાતાઓની ફાળવણી કરાશે

 

રાજકોટ ;રાજ્યમાં પાતળી બહુમતીથી સત્તારૂઢ ભાજપ સરકાર સામે વિપક્ષ કોંગ્રેસ છાયા પ્રધાનમંડળ બનાવશે અને વિધાનસભામાં શાસકને ઘેરવા પ્રયાસ કરશે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા થકી કોંગ્રેસના ધારાસભ્યોને ખાતાની વહેંચણી કરવામાં આવશે રાજ્યમાં વિપક્ષ શેડો મિનિસ્ટ્રી બનાવશે

 જાણવા મળ્યા મુજબ વખતે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં ઘણો બદલાવ લાવી રહી છે. વિપક્ષમાં રહીને સમાંતર સરકાર જેવી કાર્યવાહી કરશે.વિપક્ષના નેતા તેમના ધારાસભ્યોને સરકાર સમકક્ષ ખાતાઓની વહેંચણી કરશે અને આગામી પાંચ વર્ષ સુધી ધારાસભ્યોએ તેમના ખાતાના તમામ પ્રશ્નો પર રીસર્ચ, અભ્યાસ કરવાનો રહેશે. ખાતામાં બેદરકારી અંગે સરકારને ઘેરવા સહિતની બાબતો પર કામ કરવાનું રહેશે.

(10:52 pm IST)