Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આંકલાવ નજીક પંજાબ પાસિંગની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:782 પેટી વિદેશી દારૂની બોટલ સહીયત 65 લાખનો મુદામાલ જપ્ત :બે શખ્સોની ધરપકડ

આંકલાવ નજીક કિંખલોડ-ચમારા ચોકડી પાસેથી ભાદરણ પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળેલી બાતમીના આધારે પંજાબ પાસિંગની વિદેશી દારુનો જથ્થો ભરેલી એક ટ્રક બોરસદ તરફ આવી હોય પોલીસે પીપળી પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન મોડી રાત્રે એક ટ્રક પુરઝડપે પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક પુરઝડપે હંકારતા પોલીસ અધિકારીએ જીપમાં ટ્રકની ફિલ્મીાઢબે પીછો કરીને ટ્રકને આંકલાવ નજીક કિંખલોડ-ચમારા ચોકડી પાસેથી આંતરી ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકની તાડપત્રી ખોલી તપાસ હાથ ધરતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુની બોટલો ભરેલ ૭૮૨ પેટી મળી આવી હતી. જેની બજાર કિંમત આશરે ૫૫ લાખ રૂપિયા જેટલી થવા પામે છે.

પોલીસે વિદેશી દારુનો જથ્થો અને ટ્રક મળી આશરે ૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ચરણજીતસિંહ જાટ અને કંવરજીતસિંહ જાટ નામના બે શખ્સની ધરપકડ કરી છે

(10:49 pm IST)