Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અમદાવાદ : એપ્સરનું ગ્લોબલ સર્વિસીસ ડિલીવરી સેન્ટર શરૂ

ડ્રગ સેફ્ટી, લાઇફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝન ઉંચાઇ મળશે : વિદેશોમાં દવા સંબંધી રેગ્યુલેટરી સિસ્ટમ ફરજિયાત છે પરંતુ હજુ સુધી ભારતમાં સિસ્ટમને ફરજિયાત થઇ નથી

અમદાવાદ,તા. ૧૮ : વૈશ્વિક સ્તરે અગ્રણી ફાર્માકોવિજિલન્સ પ્રોવાઇડર કંપની એવી એપીસીઇઆરે આજે અમદાવાદમાં તેના નવા અદ્યતન ગ્લોબલ સર્વિસિસ ડિલિવરી સેન્ટરને લોન્ચ કર્યું હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજય માટે આ બહુ મોટા ગૌરવની વાત છે કે, વૈશ્વિક સ્તરની એપીસીઇઆર હવે અમદાવાદમાંથી તેનું નેટવર્ક ઓપરેટ કરશે અને તેના કારણે રાજયની લાઇફ સાયન્સીસ ઇન્ડસ્ટ્રીઝને એક સુરક્ષા, સપોર્ટ અને બળ પ્રાપ્ત થશે. એપીસીઇઆરની સરળ ભાષામાં કામગીરી સમજીએ તો, કોઇપણ વ્યકિત કોઇપણ ફાર્માસ્યુટીકલ કંપનીની દવા ખાય અને તેની આડઅસર કે વિપરીત અસરનો ભોગ બને તો તેવા કિસ્સામાં એપીસીઇઆર(એપ્સર) તેનો ડિટેઇલ્ડ રિપોર્ટ તૈયાર કરે અને દેશના નિયમનકારી સત્તામંડળને ડ્રગ સેફ્ટી રિપોર્ટીંગ કરે. જેના આધારે આ દવા માર્કેટમાં વેચાણ કરવી કે નહી અને આ દવા પ્રતિબંધિત કરવી કે નહી તે બાબત નક્કી થાય. એપ્સરના આજે ગ્લોબલ સર્વિસીસ ડિલીવરી સેન્ટર લોન્ચીંગના કારણે ગુજરાતની લાઇફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નવા ઉંચા સ્તરે લઇ જઇ શકાશે એમ એપ્સરના ચેરમેન રવિ મેનન, વાઇસ ચેરમેન ગોપાલ મેનન અને સીઇઓ કંવર અરોરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્સર હાલ ભારત, પ્રિન્સટન, લંડન અને હોંગકોંગ ખાતેના સેન્ટર પરથી ૧૦૦થી વધુ દેશોના ડ્રગ્સ નિયમનકારી સત્તામંડળોને ડ્ગ સેફ્ટી રિપોર્ટ પૂરા પાડે છે. અનુભવી ડોકટર્સ અને હેલ્થકેર પ્રોફેનલ્સની સર્વિસ ટીમ સાથે એપ્સર અમદાવાદના આ સેન્ટર પરથી વૈશ્વિક સ્તરની સેવા પૂરી પાડશે, જે નોંધનીય છે. એપ્સરના ૭૦૦ ફુલટાઇમ કર્મચારીઓમાં ૧૫ ટકાથી વધુ કર્મચારીઓ કવોલિફાઇડ ફિઝિશીયન્સ-એમડી અને ૯૦ ટકા હેલ્થકેર પ્રોફેશનલ્સ છે. અમદાવાદના એપ્સર ગ્લોબલ સર્વિસીસ ડિલીવરી સેન્ટર ખાતેથી વૈશ્વિક ફાર્માસ્યુટીકલ્સ, બાયોલોજીક્સ, મેડિકલ ડિવાઇસ અને કન્ઝયુમર પ્રોડક્ટ્સ કંપનીઓ માટે વિશ્વ સ્તરની સેવા અને સુવિધા ઉપલબ્ધ બની રહેશે. આ સેન્ટરનો મુખ્ય આશય લાઇફ સાયન્સીસ કલાયન્ટસને નવા ઇનોવેશન, ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનની મદદથી ડ્રગ સેફ્ટી રેગ્યુલેશનને પાર કરે તે સુનિશ્ચિત કરવાનું છે, જેથી ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓને સતત બદલાતા કાયદાઓ અંગે પણ સપોર્ટ કરી શકાય.એપ્સરના ચેરમેન રવિ મેનન, વાઇસ ચેરમેન ગોપાલ મેનન અને સીઇઓ કંવર અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ દેશભરમાં સૌથી યોગ્ય મેડિકલ ટેલેન્ટ ઓફર કરે છે, આ સેન્ટરને પગલે અમારા ટેલેન્ટ બેઝમાં પણ ૨૫ ટકાનો વધારો થશે. ફોરેન કન્ટ્રીઝમાં દવાઓ સંબંધી રેગ્યુલેટરી સીસ્ટમ મેન્ડેટરી ફરજિયાત છે પરંતુ હજુ સુધી ભારતમાં આ સીસ્ટમને મેન્ડેટરી બનાવાઇ નથી. અલબત્ત, તેને મેન્ડેટરી કરવાની દિશામાં વિચારણા અને પ્રયાસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એપ્સર ઇન્ટીગ્રેટેડ પ્રોસેસ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્ટ ટેકનોલોજી સીસ્ટમ દ્વારા ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સાયન્ટિફિક મેડિકલ એક્ષ્પર્ટ્સની સેવાઓ પૂરી પાડે છે. એપ્સર લાઇફ સાયન્સીસ ફાર્માસ્યુટીકલ્સ, બાયોટેકનોલોજી, મેડિકલ ડિવાઇસ, કન્ઝયુમર પ્રોડકટ કંપનીઓની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. સૌથી મહત્વનું કે, એપ્સર ડ્રગ સેફ્ટી, ડિસિઝ મેનેજમેન્ટ પ્રોગ્રામ, મેડિકલ મોનીટરીંગ, રેગ્યુલેટરી ઓપરેશન, મેડિકલ અફેર્સ, મેડિકલ રાઇટીંગ અને કવોલિટી એશ્યોરન્સ અને ઓડિટીંગ સર્વિસીસ માટે શ્રેષ્ઠ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

(8:14 pm IST)