Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વડોદરાના અકોટામાં મોલના પાર્કિંગમાં વેચાતો લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

વડોદરા:શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક મૉલના પાર્કિંગમાં વિદેશી શરાબના વેચાણને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં લાખોના વિદેશી શરાબ સાથે બે વૈભવી કાર પણ કબ્જે લીધી હતી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે શહેરના જેટલપુર ઓવરબ્રિજ પાસે આવેલા ઇન્ડીયાબુલ્સ મોલ ના બેઝમેન્ટ પાર્કિંગમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબ નો જથ્થો લાવી તેનું છૂટક અને જથ્થાબંધ વેચાણ થઇ રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પડતા મચ્છીપીઠ નો રહેવાસી શાહરુખ સરવરખાન પઠાણ ને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈ થી પૂછપરછ કરતા તેણે બેઝમમેન્ટ પાર્કિંગમાં શરાબના જથ્થા સાથે પડેલી કાર બતાવી હતી. જ્યારે આ શરાબનો જથ્થો મુનાફ તથા શોએબ ઉર્ફે મગર મૂકી ગયો હોવાનું અને પકડાયેલા આરોપીને વેચાણ માટે રાખ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને કાર માંથી ત્રણ લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે સાત લાખની કિંમતની કાર કબ્જે લઈને બંને સૂત્રધારો ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મહત્વની વાત એવી છે કે મોલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરેક કાર ને ઝીણવટ પૂર્વક ચેક કરીને પાર્કિંગમાં જવા દેવામાં આવે છે. તેમ છતાંય આટલો મોટો શરાબ નો જથ્થો મોલના પાર્કિંગમ કેવી રીતે પહોંચ્યો તે સવાલ ઉભો થાય છે. જ્યારે મોલ ના સિક્યુરિટી સંચાલકોની મિલીભગત હોવાના પુરાવા પણ મળી આવ્યા હોવા છતાંય પોલીસે મોલ સંચાલકો વિરુદ્ધ કોઈ પ્રકારનો ગુન્હો નોંધ્યો નથી.

(5:18 pm IST)