Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ખેડા જિલ્લાના મહુધામાં ચેક રિટર્ન કેસમાં ચાર વર્ષથી ગેરહાજર રહેતા ઈસમને કોર્ટે પાંચ માસની સજા ફટકારી

ખેડા:જિલ્લાનાં મહુધા તાલુકાની કોર્ટ દ્વારા ચાર વર્ષ જૂના ચેક રિટર્નનાં આરોપીને પાંચ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ આરોપીને ચેક સામે બમણી રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મહુધા તાલુકામાં રહેતાં  નવીનભાઇ પટેલ દ્વારા ત્રણ વખત ચેક રિર્ટનની ફરિયાદ  નડિયાદ કોર્ટમાંદાખલ કરવામાં આવી હતી.જેમાં આરોપી અલ્પેશ પટેલ છેલ્લા ચાર વર્ષથી હાજર રહેતો ન હતો. જેથી ચુકાદો ફરિયાદી પક્ષે કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરિયાદી નવીનભાઇ પેટલે ખરીદ કરીને ચૂકવવાનાં નાણાં તમાકુનાં વેપારી અલ્પેશ પટેલને ત્રણવાર  ચેક પેટે આપ્યા હતા.પરંતુ    આ ત્રણેય ચેકો પરત ફરતાં આરોપી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી  હતી.ત્યારબાદ આ કેસને  મહુધા કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો.

પરંતુ આરોપી છેલ્લા ચાર વર્ષથી એક પણ સુનવણીમાં  હાજર ન રહેતો હોવાથી  કોર્ટે આરોપીને પાંચ મહિનાની કેદની સજા ફટકારી છે.તેમજ સી.આર.પી.સી કલમ૩૭૫ હેઠળ ચેકની રકમથી બમણુ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે .આ ઉપરાંત  જો આરોપી  આ રકમ ન ચૂકવે તો તેને કેસ દીઠ પાંચ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

(5:17 pm IST)