Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પેટલાદના પઠાણવાડામાં સવારના સમયે ત્રાટકેલા તસ્કરો ઘેટાં બકરા ચોરી છૂમંતર....

પેટલાદ:શહેરના પઠાણવાડા ખાતે ગઈકાલે પરોઢિયે ત્રાટકેલી બકરાં ચોર ગેંગ ચાર બકરીઓ અને બે બકરાં મળીને કુલ પશુઓની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. અંગે પેટલાદ શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 


મળતી વિગતો અનુસાર ફરિયાદી ખાલિદઅહેમદ મોઈનુદ્દીનભાઈ સૈયદ પેટલાદના પઠાણવાડા દિવાનખાના પાસે રહે છે અને પશુપાલનનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેઓએ પોતાના પશુઓ ઘરની બહાર વાડામાં બાંધ્યા હતા. ગઈકાલે ચારેક વાગ્યાના સુમારે તેઓ ઊઠીને કુદરતી હાજતે ગયા હતા ત્યારબાદ આવીને ફરીથી સુઈ ગયા હતા. દરમ્યાન બકરા ચોર ગેંગ ત્રાટકી હતી અને ચાર બકરીઓ અને બે બકરા મળીને કુલ પશુઓ કે જેની કિંમત ૧૨ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(3:38 pm IST)