Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવારે નવા વર્ષમાં ઘર આંગણે રંગોળીની સાથે કિલ્લો બનાવવાની પ્રણાલિકા જાળવી રાખી

છત્રપતિ શિવાજી મહારાજે બનાવેલા અભેદ કિલ્લાની પ્રતિકૃતિ બનાવી:સજાવીને રોશનીથી શણગારાયો

 

વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ વર્ષોથી ચાલતી આવતી મહારાષ્ટ્રીયન પ્રણાલી જાળવી રાખી છે. નવા વર્ષમાં દર વર્ષે કિલ્લા બનાવવામાં આવે છે. વખતે પણ વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારે માટીમાંથી ખાસ કિલ્લો બનાવ્યો છે.

 મહારાષ્ટ્ર અને ગુજરાત એક બીજાથી અલગ થયા પણ સાંકૃતિક અને ઉત્સવોની ઉજવણીમાં એકબીજા સાથે જોડાયેલા છે. દરેક ઉત્સવોની ઉજવણીમાં બંને ગુજરાત અને મહારાષ્ટ્ર એક બીજા સાથે સંકળાયેલ છે અને ઉત્સવો ઉજવે છે. ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી, દિવાળીની ઉજવણીમાં બંને રાજ્યો પરંપરા જાળવી રાખી છે. દિવાળીની ઉજવણીમાં મહારાષ્ટ્રમાં ઠેર ઠેર કિલ્લા બનાવવામાં આવે છે. ત્યારે વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દિવાળીમાં શિવાજી મહારાજે બનાવેલા અભેદ કિલ્લાની પ્રતિકૃતિ બનાવી છે. જેને સજાવીને રોશનીથી શણગારવામાં આવે છે.

 વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા મહારાષ્ટ્રીયન પરીવારે રાજા રાજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવે છે તેવો કિલ્લો બનાવ્યો છે. કિલ્લો બનાવવા માટે તેઓને ચાર દિવસનો સમય લાગ્યો હતો. કિલ્લાની રચના જોઈએ તો શરૂઆતમાં મુખ્ય દરવાજો છે. જે ગૌમુખી પ્રકારની રચના છે. સીધા જઈએ ત્યાંથી જમણી બાજુ જવું પડે. સીધો દરવાજોના આવે. સીડીઓ દ્વારા જમણી બાજુમાં થઈ ને જવું પડે. બીજી એક ખાસિયત છે કિલ્લો કે, સૌથી ઊંચી જગ્યા પર કિલ્લો બનાવવામાં આવે છે. જ્યાં ખાસ કરીને રાજા રાણી કિલ્લાની અંદર હોય છે. અનાજ તેમજ ધાન્યનો કોઠાર પણ કિલ્લામાંજ હોય છે. કિલ્લો બનાવવા માટે ખાસ માટીનો ઉપયોગ કરાયો છે, અને તેનું બ્યુટીફીકેશન કરવા માટે કપચી તોડીને તેનો ઉપયોગ કરાયો છે.

(12:02 am IST)