Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જુના ઘાટા ગામે તપાસમાં ગયેલી વન વિભાગની ટીમનું અપહરણ કરી માર મારી રૂમમાં પુરી દેનાર 5 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકાના જુના ઘટા ગામમાં વન કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદ કરનાર વન વિભાગ બીટ ગાર્ડ વિષ્ણુ ભાઇ ભરતભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેમજ બીજા બીટ ગાર્ડ તુષારભાઈ અને મજૂરો અક્ષયભાઇ રમણભાઇ વસાવા તથા પ્રવિણભાઇ હર્નિશભાઇ વસાવા તથા હાર્દિકભાઇ પ્રતાપભાઇ વસાવા ત્રણેય(રહે. પ્રતાપપરા તા.નાંદોદના જુના ઘાટા ) આજરોજ તપાસમાં ગયેલ તે વખતે રાજેશભાઇ વસાવા,ગુલાબસિંગ વસાવા,મેહુલભાઇ વસાવા, મંગલભાઇ વસાવા અને રોહીતભાઇ વસાવાએ ફરી.ને તથા સાહેદો પર બાતમી વાળી જગ્યાએ તપાસ નહી કરવા દેવા માટે હુમલો કરી બંને બીટ ગાર્ડ તેમજ મજૂરોને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અક્ષયભાઇને મોઢાના ભાગે મારી ઇજા કરી તથા ફરી.ના યુનિફોર્મની ફેટ પકડી બટન તોડી નાખી ફરી.તમામ સાથે બળજબરી અપહરણ કરી તેમને ત્યાંથી આરોપી રાજેશ ના ખેતરમાં આવેલ ઘરની અંદર લઇ જઇ પુરી દઇ ફરી.ની કાયદેસરની સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હોય આમલેથા પોલીસે 5 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:59 pm IST)