Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમદાવાદ: બાપુનગરમાં જાહેરમાં તલવારથી કેક કાપીને ફાયરિંગ કર્યાનો વિડિઓ વાયરલ : બાદશાહની શોધખોળ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ

અમદાવાદના બાપુનગર ખાતે દેવ બાદશાહ નામના યુવકે જાહેર માર્ગ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વીડિયોને લઈને દેવ બાદશાહ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

  હાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ગમે તે પોસ્ટ શેર કરતા હોય છે. ઘણા લોકો પોતાની લાઈક વધારવા માટે એવી હરકતો કરી બેસ્તા હોય છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામેનો પણ કરવો પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બાપુનગર પાસે દેવ બાદશાહ નામના યુવકનો જન્મ દિવસ હોવાથી તેનું સેલિબ્રેશન કરવા માટે તેના મિત્રોએ જાહેર રોડ પર જ કેક કાપવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ યુવકે જાહેર માર્ગ પર તલવાર વડે દેવ બાદશાહ લખેલી કેક કાપી હતી અને જાહેરમાં જ ફાયરિંગ પણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ખોફ વિના એક યુવક બિન્દાસ્ત હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો અને તેની સાથે હુક્કાની મહેફિલ પણ જામી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(9:04 am IST)