Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1270 દર્દીઓ સાજા થયા: નવા 1161 પોઝીટીવ કેસ :વધુ 9 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,58,635 થઇ :મૃત્યુઆંક 3629 થયો:કુલ 1,40,419 લોકોએ કોરોનાને હરાવ્યો

છેલ્લા અઠવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 183 કેસ, રાજકોટમાં 108 કેસ, વડોદરામાં 116 કેસ,જામનગરમાં 74 કેસ,જૂનાગઢમાં 41 કેસ ,ગાંધીનગરમાં 39 કેસ, મહેસાણામાં 41 કેસ, પાટણમાં 33 કેસ, ભરૂચમાં 27 કેસ, સાબરકાંઠામાં 24 કેસ,મોરબીમાં 21 કેસ, ,અમરેલીમાં 20 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે સતત સાતમા  દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1270 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1161 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,58,635 થઇ છે  આજે વધુ 1270 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,40,419 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3629 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1161 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14587 છે જેમાંથી વેન્ટીલેટર પર 79 દર્દીઓ છે જ્યારે 14508 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ,52 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,746 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,22,288 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે  રાજકોટ કોર્પોરેશનમાં 3,અમદાવાદ કોર્પોરેશનમાં 2,, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1,અને વડોદરા કોર્પોરેશનમાં 1  મળીને કુલ 9 લોકોના મોત થયા છે   .
  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1161 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 183 કેસ, રાજકોટમાં 108 કેસ, વડોદરામાં 116 કેસ,જામનગરમાં  74 કેસ,જૂનાગઢમાં 41 કેસ ,ગાંધીનગરમાં 39 કેસ, મહેસાણામાં  41 કેસ, પાટણમાં 33 કેસ, ભરૂચમાં 27 કેસ, સાબરકાંઠામાં 24 કેસ,મોરબીમાં 21 કેસ, ,અમરેલીમાં 20 કેસ નોંધાયા છે 

(7:10 pm IST)