Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સુરતમાં ગંદા ઇશારા કરીને છેડતી કરનાર રોમિયોને મહિલાએ ચપ્પલથી માર માર્યોઃ વિડીયો વાયરલ

સુરત : સુરતના સિંગણપોર શાક માર્કેટ પાસે મહિલાની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક આપ્યો હતો. મહિલાને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર મહિલાએ યુવકને ચંપલ ચંપલ લગાવીને માર માર્યો હતો. સ્થાનિકોના સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો. ત્યારે રોમિયોને માર મારતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગણપોર શાક માર્કેટમાં આ ઘટના બની હતી. આ વીડીયો ર૮ સપ્ટેમ્બરનો હોવાનું કહેવાય છે. જયાં એક મહિલા શાક માર્કેટમાં આવી હતી. શાક માર્કેટ પાસે મજૂરી કામ માટે આવેલ મજૂરો પણ એકઠા થયા હતાં. રોડ રોમિયો છેલ્લા કેટલાક સમયથી મહિલાને હેરાન કરી રહ્યો હતો, અને તેને ગંદા ઇશારા કરી રહ્યો હતો. આખરે મહિલાનો ગુસ્સો વધી જતા તેણે યુવકને ચંપલથી માર માર્યો હતો. આ જોઇને જાહેરમાં અનેક લોકો એકઠા થયા હતાં. મહીલાએ યુવકને બધાની વચ્ચે માર માર્યો હતો. જેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. ત્યારબાદ સ્થાનીક લોકોએ મહિલાને સમજાવી હતી.

ત્યાં સ્થાનીક લોકોમાંથી કોઇએ મહિલાનો વીડીયો બનાવ્યો હતો. કોઇએ તેને શેર કરતા આખરે આ વીડિયો લોકોના મોબાઇલમાં ફરતો થયો છે.

(5:46 pm IST)