Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ધનસુરાના ગઢી માતાજીના મંદિરના પુનઃનિર્માણ બાદ 24 કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું

ધનસુરા:પવિત્ર અધિક માસ પુરષોત્તમ માસ તરીકે ઉજવાય છે.આ માસમાં વ્રત,ઉપવાસ,દાન,પુણ્ય સાથે ભક્તિનો અનેરો મહિમા છે.ત્યારે ધનસુરાના રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર અધિક માસમાં સુપ્રસિધ્ધ ગઢી માતાજીના મંદિરે સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ૨૪ કલાક એક મહિના દરમ્યાન અંખડ રામધુન કરી હતી.જેનું અધિક માસની અમાસે સુંદર કાંડના પાઠ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

ધનસુરાના  ગઢી માતાજી ના મંદિરના પુનઃનિર્માણ બાદ પુરષોત્તમ માસમાં ભક્તિભાવ સભર સર્વેજન હિતાય સર્વજન સુખાય ના સંકલ્પ સાથે ધનસુરાના મહા મંડલેશ્વર પુરણશરણ દાસજી એ અખંડ રામધુન મહોત્સવનું આયોજન કર્યું હતું.આ મહોત્સવમાં કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સીગ જાળવી ભક્તોએ શ્રધ્ધાપૂર્વક અખંડ રામધુન કરી હતી.જયારે કેટલાક ભજન મંડળ,મહિલા મંડળ તથા આજુબાજુ ની ધર્મપ્રેમી જનતાએ અખંડ રામધૂન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

(5:27 pm IST)