Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમદાવાદ થી કેવડીયા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે : સી-પ્લેનની કામગીરી પૂર્ણ

સી-પ્લેન માટેનું એરક્રાફટ કેનેડામાં બન્યુ : ૨૫મી સુધીમાં અમદાવાદ પહોંચી જશે

અમદાવાદ : અમદાવાદથી કેવડિયામાં આવેલા એતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થનારા દેશના સૌપ્રથમ સી પ્લેનની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. સી-પ્લેન માટે અમદાવાદમાં તમામ કામગીરી લગભગ પૂર્ણ થઇ ચૂકી છે જયારે કેવડિયામાં ર૦ ઓકટોબર સુધીમાં તૈયારીઓ પૂર્ણ થઇ જાય તેની સંભાવના છે. સી-પ્લેન માટેનું એરક્રાફ્ટ આગામી ર૫ ઓકટોબર સુધીમાં કેનેડાથી

અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ-કેવડિયા વચ્ચેનું ૧૯૮ કિલોમીટરનું અંતર બાય રોડ કાપવામાં સામાન્ય રીતે ૩.૩૫ કલાકનો સમય થતો હોય છે. પરંતુ સી પ્લેન દ્વારા ૫૦ મિનિટમાં જ આ અંતર કાપી શકાશે. સી-પ્લેન માટેનું એરક્રાફટ કેનેડામાં તૈયાર થયું છે અને  આગામી રપ ઓકટોબર સુધીમાં અમદાવાદ આવી પહોંચે તેનીસંભાવના છે.

જો કે આ મામલે વડા પ્રધાન કાર્યાલય તરફથી કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.

(2:51 pm IST)