Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા કેસોની વર્ચ્યુઅલ સુનાવણી

નવતર પદ્ધતિથી પડતર કેસોની સંખ્યામાં ઘટાડો થશે :જુલાઇ અને ઓગસ્ટ બે મહિનામાં પ્રાદેશિક કચેરીઓમાં ૯૦ કેસોમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવી

અમદાવાદ,તા.૧૭ : કોવિડ ૧૯માં સામાજિક અંતર જાળવવું જરૂરી છે. તે બાબતને નજર સમક્ષ રાખવાની સાથો સાથ પ્રેક્ટીસ કરવાની જરૂરી હોવાથી કર્મચારી ભવિષ્ય નિધિ મોટા ભાગના જિલ્લા અને તાલુકાની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનો પ્રારંભ કર્યો છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં બે પ્રાદેશિક કચેરીઓમાં ૯૦ ન્યાયિક કેસોમાં ઓનલાઇન મીટિંગ દ્રારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં માલિક અને અરજદારોએ હાજરી આપી હતી. જેમાં ઝડપી નિકાલ, સંમતિ હુકમો અને તાત્કાલિક પાલન જેવી પ્રક્રિયા ઝડપી બની હતી. ઇ.પી.એફ.ઓ.  દ્રારા વ્યવસાયની સરળતામાં સુધારો કરવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો આ એક ભાગ છે.

            સલામત આઇટી એપ્લીકેશનનો ઉપયોગ કરીને અર્ધ ન્યાયિક કેસોમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાની નવી સુવિધા ઇન્ચાર્જ રાજય કક્ષાનાં મંત્રી સંતોષકુમાર ગંગવારએ ૯ સપ્ટેમ્બર ૨૦૨૦નાં રોજ વર્ચ્યુઅલ રીતે યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ, કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડની ૨૨૭મી બેઠકમાં શરૂ કરવામાં આવી હતી. આ કોવિડ મહામારીમાં કેસના સમયસર નિકાલની ખાતરી કરવા માટે સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા જરૂરી. તે જ ઉદ્દેશથી કંપનીઓ અને તેના કર્મચારીઓને ઝડપી અને વહેલો ન્યાય આપવાના દ્રષ્ટિકોણ દ્રારા વર્ચ્યુઅલ મોડમાં ( ઓનલાઇન ) કરવામાં આવશે. વર્ચ્યુઅલ કોર્ટનો હેતુ ઓનલાઇન મોડ દ્રારા કેસના ચુકાદાની સુવિધા દ્રારા સંસ્થાના માલિક, અરજદાર અને વકીલોની શારીરિક હાજરીને દૂર કરી કેસનો ઝડપી નિકાલ કરવાનો છે. આ સુવિધા માટે વર્ચ્યુઅલ હિયરીંગ યુટીલીટીઝને કોમ્પ્લાયન્સ ઇ પોર્સીંડીંગ્સ પોર્ટલ પર ઇપીએફઓ કોર્ટ પ્રક્રિયા સાથે એકીકૃત કરવામાં આવી છે. તેનાથી ઇ નોટીસ ઇસ્યુ કરવામાં આવશે. કાર્યવાહીની રીઅલ ટાઇમ રેકોર્ડીંગ કરવામાં આવશે અને કેસમાં થતી વાતચીત કરવામાં આવશે. સુનાવણીને લગતી દરેક માહિતી / કેસની સ્થિતિ હવે પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

 

(9:36 pm IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST