Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના શુભારંભનો માંડલ ખાતે કાર્યક્રમ યોજાયો

જાગૃતિબેન પંડ્યાના હસ્તે પ્રમાણપત્રો અને ચેક વિતરણનું વિતરણ કરવામાં આવ્યુ

તસવીરઃ- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 70 માં જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા "૭ પગલાં ખેડૂત કલ્યાણના"  અંતર્ગત  તેમાંથી ત્રીજુ પગલું , દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના  અને ચોથુ પગલુ પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાના શુભારંભનો કાર્યક્રમ માંડલ ખાતે  યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાગૃતિબેન પંડ્યા (ચેરમેન , બાળ આયોગ )ના અધ્યક્ષ સ્થાને થયો હતો. જાગૃતિબેન પંડ્યાના હસ્તે પ્રમાણપત્રો અને ચેક વિતરણનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ખેડુતો, આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:56 pm IST)