Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેત્રોજ તાલુકાની પનાર પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો

તસવીરઃ- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની પનાર પ્રાથમિક શાળા મુકામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ સતિષપ્રસાદ રતિલાલ ભટ્ટ, વિશ્વ હિંદુ પરિષદ ઉત્તમ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઈ ઠાકર, ગાંધીનગર વિભાગ મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, કર્ણાવતી ગ્રામ્ય જિલ્લાના અધ્યક્ષ મનહરસિંહ જાડેજા, દેત્રોજ પ્રખંડ પ્રમુખ ઝુલુભા ઝાલા તથા તાલુકા સંયોજક ચૈતન્ય ભટ્ટ તથા મનિષસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યો હતો. તાલુકામાંથી યુવાનો હાજર રહીને સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતુ.

(4:53 pm IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST