Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમદાવાદમાં અસલી પોલીસે મુળ અરવલ્લીના અને નરોડા વિસ્‍તારમાં રહેતા નકલી પોલીસ અશોક પરમારને ઝડપી લીધો

અમદાવાદ: ગુનેગારો પાસેથી પોલીસ રૂપિયા પડાવે તેમા કોઈ નવાઈ નથી. પરંતુ પોલીસની આ હરકતનો લાભ હવે આરોપી પણ લઈ રહ્યા છે. રાહદારીઓને પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અસલી પોલીસે ગણતરીના કલાકોમાં નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ નરોડ પોલીસે મૂળ અરવલ્લીના વતની અને હાલ નરોડા વિસ્તારમાં વસવાટ કરતા અશોક પરમાર નામના આરોપીને પકડી પાડ્યો હતો. લોકડાઉન બાદ આરોપી આરોપી બેકાર હોવાથી તેણે બે દિવસ પહેલા પોલીસના નામે એક લૂંટને અંજામ આપ્યો હતો.

જો બનાવની વિગત અંગે વાત કરીએ તો નરોડા જીઆઈડીસીના ગેટ નંબર એક પાસે આવેલ બિસ્કીટ ગલીમાંથી પસાર થતા એક રાહદારીને અશોક પરમાર નામના યુવકે લૂંટી લીધો હતો. બે દિવસ અગાઉ નરોડા વિસ્તારમાં બનેલા આ બનાવમાં આરોપી અશોક પરમારે પોલીસ તરીકે ઓળખ આપી માસ્ક ન પહેરવા અંગે ગુનો નોંધવાની ધમકી આપી ફરિયાદી પાસેથી 10 હજારની લુંટ ચલાવી હતી.

જોકે આરોપી રૂપિયા લઈને ભાગ્યો તે સમયે ફરિયાદીએ બાઈકનો નંબર જોઈ લીધો હતો અને તે નંબરના આધારે તથા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના નામે તોડ અને રૂપિયા પડાવવાના બનાવો ન માત્ર શહેર પરંતુ રાજ્યભરમાં બની રહ્યા છે.

તેવા સમયે પોલીસ અધિકારી લોકોને સુફિયાણી સલાહ આપે છે કે પોલીસ તરીકે ઓળખ આપનારના આઈકાર્ડ ચેક કરવામાં આવે. પરંતુ પોલીસ પ્રો એક્ટિવ કામગીરી કરી આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી ક્યારે કરશે તે સોથી મોટો પ્રશ્ન છે.

(4:29 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST