Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓ માટે તા.૨૬થી તૃતીય એકમ કસોટી

ધો.૧૧-૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી - ફીઝીકસ અને સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી વિષયની કસોટી લેવાશે

રાજકોટ, તા. ૧૭ : ધો.૧૧-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં તા.૨૬ થી તૃતીય એકમ કસોટી લેવામાં આવશે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને રાખીને હાલ ગુજરાતભરમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે દર માસે એકમ કસોટીનું આયોજન થાય છે. ચાલુ વર્ષે ધો.૧૧ અને ધો.૧૨ની તૃતીય એકમ કસોટીની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે તા.૨૬થી તા. ૨૯ સપ્ટેમ્બર દરમિયાન લેવાશે.

કોરોનાના કહેર વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહ્યુ છે. આ ઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમીત રીતે કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થયો છે. દરેક વિષય ૨૫ ગુણનું પ્રશ્નપત્ર અને એક કલાકનો સમય રહેશે. જયારે ધો.૧૧-૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવહાર, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી વિષયની એકમ પરીક્ષા લેવાશે. તા. ૨૩ના દરેક જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અન્ય પ્રશ્નપત્ર મોકલશે.

(3:58 pm IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST