Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિરમગામના ગાંધી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયુ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો અને સહ સંયોજકો દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામના મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રસિકભાઈ કોળી, નિલેશભાઈ રાણા, જગદીશભાઈ રાવળ, કિરણભાઈ સોલંકી, શુરેશભાઈ, શૈલેશભાઈ પટેલ, ચામુંડાસિંહ રાજપુત, જયદિપભાઈ, રાહુલ નંદપાલ, સાગર પંચાસરા ઉપસ્થીત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો તથા સહસંયોજકો દ્વારા ફ્રુટ વિતરણ કરીને વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(3:15 pm IST)
  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST