Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મગફળીમાં ભારે નુકશાન બાદ કપાસમાં પણ સુકારનો રોગ

ખેડૂતોનું સર્વે કરી તેઓના પાકનું નુકશાન સામે પૂરતું વળતર આપે તેવી અપેક્ષા

બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકામાં ખેડૂતો ઉપર કુદરતી અફતોનો મારો ચાલી રહેતા ખેડૂતોની હાલત કફોડી  બની છે  હાલમાં જ મગફળી ના પાકમાં ફૂગ નામનો રોગ આવેલ છે જેથી મગફળીનો તૈયાર થયેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેની માર થી ખેડૂતો હજુ ઉભર્યા નથી અને કપાસના પાકમાં પણ સુકાર નામનો રોગ આવી ગયેલ છે અને આ રોગ કપાસ ની કેરી એક દમ કાળી પડી જાય છે કપાસ ના પત્તા સુકાવા લાગે છે પછી આખું છોડ કરમાઈ જાય છે.

અમીરગઢ તાલુકાના ખેડૂતોને ખેતર કપાસમાં સિત્તેર થી એસી ટકા જેટલું નુકશાન ની ભીતિ જોવા મળી છે જેથી અમીરગઢ પંથકનો ખેડૂત બિલકુલ પાયમાલ થવાના આરે છે દર વર્ષે આવા પ્રકાની કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બનેલ છે અને મોટા પાયે નુકશાન વેઠી રહ્યાં છે તેની સામે તેઓના પાક નુકશનનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળેલ નથી અને એક વાર વળી કુદરત રુઠયો છે હવે કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસનો છોડ કરમાઈ રહ્યો છે અને કેરીઓ પણ છોડ ઉપર બેસતી નથી માટે આ વિસ્તારમાં કપાસ નું મોટા પ્રમાણમાં વાવેતર હોઈ મસમોટું નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે આથી સરકાર દ્વારા આવા ખેડૂતોનું સર્વે કરી તેઓના પાકનું નુકશાન સામે પૂરતું વળતર આપે તેવી અપેક્ષા અમીરગઢ પંથકના ખેડૂતો રાખી અરજ કરી રહ્યા છે

(10:58 pm IST)