Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભરૂચ LCB એ ગેરકાયદેસર હથિયારો સાથે ગાજીયાબાદના નામચીન ગુનેગાર ઝડપી લીધો

પોલીસે બે તંમચા, એક દેશી પિસ્તોલ તેમજ 29 કારતૂસ અને કાર તેમજ મોબાઈલ મળી 5,69 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી ભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે કાર સાથે પસાર થતા ગાજીયાબાદના નામચીન ગુનેગાર રાહુલસિંહ ખંડેલવાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે તંમચા, એક દેશી પિસ્તોલ તેમજ 29 કારતૂસ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 5.69 લાખ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે સેવાશ્રમ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે આધારે પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાહુલસિંહ ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા તેનો કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રીમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:42 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST