Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધરોઇ ડેમના આઠ દરવાજા ખોલાયા : નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જાહેર

સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ઓવર ફ્લો થતા આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

ધરોઇ ડેમ 622 ફૂટે ઓવર ફ્લો થાય છે. હાલમાં 70 % જેટલુ પાણી સ્ટોર થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 616.76 ફૂટે ધરોઇ ડેમની જળ સપાટી પહોચતા ધરોઇ ડેમ સાઇટ દ્વારા સરપંચ, તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના ઉપરવાસ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનો આવરો વધ્યો છે. ઉપરવાસમાં થઇ રહેલા અતિ ભારે વરસાદને પગલે ધરોઇની સપાટી વધી હતી અને બુધવારે જળાશયના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેને જોવા માટે આસપાસના અનેક લોકો ઉમટી પડ્યા હતા અને પ્રવાસન સ્થળ જેવો આભાસ થવા લાગ્યો હતો. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી અને પાણીની નજીક કોઇ જાય નહી તેનું ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.

(11:27 pm IST)