Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરાના છાણી વિસ્તારમા એક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 26 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલા પદમલા ખાતે એક મકાનમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડો પાડયો હતો. પોલીસને જોઈ એક ભાગવા ગયો હતો પરંતુ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે મકાનમાં તપાસ કરતા દારૂની બોટલ ભરેલા ત્રણ થેલા મળી આવ્યા હતા.

પોલીસે કુલ 26 હજારની કિંમત ની દારૂની 154 નંગ બોટલ કબજે કરી હતી તેમજ સુરેશ ઉર્ફે પૂનમ સોમાભાઈ પઢીયાર ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો નજીકમાં રહેતા રાજન માળી પાસે મેળવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે રાજન મળીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(5:47 pm IST)