Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને જીમમાં થયેલા 22 વર્ષના યુવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. 

જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા નિર્મળા (ઉ.વ. 28 નામ બદલ્યું છે) એ દોઢ વર્ષ અગાઉ જીમમાં જવાનું શરૂ કર્યુ હતું. તે દરમિયાનમાં જીમમાં આવતા ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (ઉ.વ. 22 રહે. જુની જજીસ કોલોની, રામનગર સરકારી વસાહત, રાંદેર, સુરત) સાથે પરિચય થયો હતો. રૂષીકેશે નિર્મળાનો મોબાઇલ નંબર મેળવી વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ અચાનક ઘરે ઘસી ગયો હતો અને પુત્ર અને પતિને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું. આ દરમિયાન રૂષીકેશે નિર્મળાના બિભત્સ ફોટા અને વિડીયો ઉતારી લઇ પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટા અને વિડીયો પતિને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ બીજી વખત પણ દુષ્કર્મ કર્યુ હતું. જો કે નિર્મળાએ રૂષીકેશ સાથેના તમામ સંબંધ કાપી નાંખતા વારંવાર ફોન કરી અને પીછો કરી કનડગત કરવાનું શરૂ કરતા છેવટે નિર્મળાએ જહાંગીરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:36 pm IST)