Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ગેલેરીમાં જુગાર રમતી સાત મહિલાને પોલીસે રંગે હાથે ઝડપી પાડી

સુરત: શહેરના કાપોદ્રાની પી.પી.સવાણી સ્કુલ પાસે સંતલાલ સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના એક મકાનની ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતી સાત મહિલાને કાપોદ્રા પોલીસે મંગળવારે સાંજે ઝડપી પાડી રોકડા રૂ.14,720 કબજે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગતસાંજે પી.પી.સવાણી સ્કુલ પાસે સંતલાલ સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના મકાન નં.એ/13/113 ની ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતી મહિલાઓ હેતલબેન મહેશભાઇ ઢોલા ( ઉ.વ.50, રહે.ઘર નં.101/એ/13, સમર્પણ એપાર્ટમેન્ટ, સંતલાલ સોસાયટી, પી.પી.સવાણી સ્કુલની પાસે, કાપોદ્રા, સુરત ), નંદુબેન વિસાભાઇ મકવાણા ( ઉ.વ.60, રહે.ઘર નં.289, ઇન્દિરાનગર સોસાયટી, કાપોદ્રા, સુરત ), હંસાબેન રમેશભાઇ ત્રાપસીયા ( પટેલ ) ( ઉ.વ.50, રહે.ઘર નં.238, શિવદર્શન સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત ), ઇલાબેન હિંમતભાઇ રામાણી ( ઉ.વ.52, રહે. ઘર નં.7, પુષ્પક સોસાયટી, ધરમનગર, કાપોદ્રા, સુરત ), હંસાબેન કરશનભાઇ કાંચર ( ઉ.વ.52, રહે. ઘર નં.298, સાગર સોસાયટી, ચીકુવાડી, કાપોદ્રા, સુરત ), વિજયાબેન જગદીશભાઇ હિરપરા ( ઉ.વ.53 ) અને ચેતનાબેન ભાવેશભાઇ હિરાપરા ( ઉ.વ.30 ) ( બંને રહે. મકાન નં.બી/304, શાંતિનગર ધરમનગર રોડ હિરાબાગ કાપોદ્રા સુરત ) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.14,720 કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:36 pm IST)