Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

‘નરેશભાઈ' નામને લીધે ગોટાળો સર્જાયાઃ એ નરેશભાઈ કોંગ્રેસના છે!!

રાજકોટઃ નરેશભાઈ અને અન્‍ય કોઈ રાજુભાઈ ભાજપના હેડકવાટર કમલમ ખાતે પહોંચ્‍યા હોવાનું અને ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની અધ્‍યક્ષતામાં ભગવો ખેસ ધારણ કરી લેશે તેવો મેસેજ આજે વોટ્‍સએપના એડવોકેટ ગ્રુપમાં વાયરલ થતાં ખોડલધામના નરેશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ભારે ચર્ચા જાગી હતી. જો કે આ વાતમાં તથ્‍ય નહિ હોવાનું અને શ્રી નરેશભાઈ પટેલ આજે તેમની વાડીએ હોવાનું નરેશભાઈની નજીકના વર્તુળોએ જણાવ્‍યું છે. જો કે મોડેથી એવું જાણવા મળે છે કે આ ‘નરેશભાઈ' એ ‘નરેશભાઈ રાવલ' છે અને સંભવતઃ તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને રાજુભાઈ એટલે કોંગીના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર છે.

 

(4:49 pm IST)