Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સોનગઢ-ડીસા ૮, દાંતીવાડા અને ખેરગામ ૬.૫, વડગામ, પોસીના અને મહેસાણા ૫ ઇંચ રાજયમાં સીઝનનો કુલ ૯૩ % વરસાદ નોંધાયો

રાજયના અનેક વિસ્‍તારોમાં ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા : ખેડુતો માટે અમૃત સમાન ગણાતું મઘા નક્ષત્રનો આજથી પ્રારંભ.. મઘા નક્ષત્રનું વાહન છે ધોડોઃ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૩૫.૩૧ ફુટે પહોંચીઃ વલસાડ પંથકની લોકમાતાઓ ગાંડીતૂર, ચીખલી પંથકમાં કાવેરી નદી રમણે ચઢી

(જીતેન્‍દ્ર રૂપારેલીયા) વાપીઃ  ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા હજુે પણ ધંઆધાર બેટિંગ કરતા રાજયના અનેક વિસ્‍તારોમાં  મેઘમહેર જોવા મળી રહી છે. બંધો અને જળાશયોની જળસપાટીઓમાં સતત વધારો નોંધાતા તંત્ર ચાંપતી નજર રાખી બેઠુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના ૨૪૬ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૮૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સાથે રાજયમાં સીઝનનો કુલ વરસાદ ૯૩.૩૨ ઇંચ થવા પામ્‍યો છે જેમાં પ્રથમ ક્રમે કચ્‍છ આવે છે. અહી ૧૪૩% જેટલો તો બીજા ક્રમે દક્ષીણ ગુજરાત આવે છે અહી ૧૦૪%થી વધુ સરેરાશ વરસાદ નોંધાય ચુક્‍યો છે.

સુરત પંથકના ઉકાળ ડેમની જળસપાટી  સતત વધતા રુલ લેવલ સપાટી જાળવી રાખવા અહીથી સતત પાણી છોડવાની ફરજ વહીવટી તંત્રને પડી રહી છે. આજે સવારે ૮ કલાકે  ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૫.૩૧ ફુટે પહોંચી છે. ડેમમાં ૧,૧૪,૯૫૫ કયુસેક પાણીના ઇન્‍ફલ સામે એટલુ જ પાણી છોડાય રહ્યુ છે જેને પગલે ફોઝવેની જળસપાટી પણ સતત વધી રહી છે.

આજે સવારે આઠ કલાકે કોઝવેની જળસપાટી સહેજ ઘટીને ૮.૯૧ મીટરે પહોંચી છે અહીથી આશરે ૧,૯૨,૦૦૦ કયુસેક પાણી વહી રહ્યુ છે, વલસાડ જીલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે તો ચીખલી પંથકમાં પણ ભારે વરસાદને પગલે કાવેરી ગાંડીતુર જોવા મળી રહી છે. જુજ અને કેલીયા ડુેમ ઓવરફલો થઇ રહ્યા છે.

ફલડકંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજયમાં વરસાદના નોંધાયેલ મુખ્‍યત્‍વે આંકડાને જોઇએ તો સોનગઢ ૧૮૯મીમી, ડીસા ૧૮૩ મીમી, દાંતીવાડા ૧૬૩ મીમી, ખેરગામ ૧૬૧મીમી, વડગામ ૧૫૨ મીમી, પોસીના ૧૫૦મીમી, મહેસાણા ૧૪૪ મીમી, દાંતા૧૪૩ મીમી, દેઓદર ૧૪૧મીમી, સિદ્ધપુર ૧૩૮મીમી, વલસાડ ૧૨૯ મીમી, ધરમપુર ૧૨૮મીમી, સતલાસણા ૧૨૭ મીમી, અમીરગઢ ૧૨૫ મીમી, કપરાડા ૧૨૩ મીમી, ઉમરવાડા અને દહેગામ ૧૨૦-૧૨૦ મીમી, ચીખલી ૧૧૯મીમી, પારડી ૧૧૭ મીમી, વાપી અને ઇડર ૧૧૬-૧૧૬મીમી, બેચરાજી ૧૧૩ મીમી, વડાલી ૧૧૨મીમી, પાલનપુર અને ધાનેરા ૧૧૧-૧૧૧ મીમી, ડોલવાન ૧૧૦ મીમી, કાંકરેજ ૧૦૪મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નવસારી ૯૬ મીમી, વિસનગર ૯૪ મીમી, છોટા ઉદેપુર ૯૩ મીમી, આહવા ૯૦ મીમી,  ઊંઝા ૮૭ મીમી, જલાલપોર ૮૬મીમી, ખેરાલુ ૮૪ મીમી,  માંડવી અને ભિલોડા ૮૩-૮૩ મીમી, કામરેજ ૮૦ મીમી, મહુવા ૭૯મીમી, લખપત ૭૮મીમી, ચાણસમાં ૭૭મીમી, લાખની અને વાવ ૭૪-૭૪મીમી, સંતરામપુર,પલસાણા અને સાગબારા ૭૧-૭૧મીમી, વાંસદા અને વિજયનગર ૭૦-૭૦ મીમી, ઉમરગામ, બાયડ અને લુણાવાડા ૬૭-૬૭ મીમી, વાલોડ ૬૫ મીમી, ગણદેવી, બારડોલી અને વડોદરા ૬૪-૬૪ મીમી, વધઇ, પતન અને ભાભર  ૬૩-૬૩ મીમી, માંગરોઇ ૬૨મીમી, નેત્રંગ ૬૧મીમી, મેઘરજ ૬૦મીમી વરસાદ નોંધાયો છે.

તો વ્‍યારા ૫૯ મીમી, સુઇગામ અને સરસ્‍વતી ૫૫-૫૫ મીમી, અંકલાવ, જોટાણા, રાધનપુર અને થરાદ ૫૪-૫૪મીમી, ધનસુરા ૫૩ મીમી, માલપુર અને મોડાસા ૫૨-૫૨ મીમી, વાલિયા, સાંતલપુર, કડાના અને ખેડબ્રહ્મા  ૫૧-૫૧મીમી વરસાદ નોંધાયેલ છે. તેમજ સુબીર ૪૯મીમી,  ડેડીયાપાડા, વડનગર અને સંખેશ્વર  ૪૮ મીમી, ખાનપુર ૪૭મીમી, સુરત સીટી ૪૬ મીમી, હારીજ ૪૫ મીમી, હાલોલ ૪૦મીમી, વિજાપુર અને અમદાવાદ સીટી ૩૯-૩૯ મીમી, બોડેલી ૩૭ મીમી, જેતપુર પાવી ૩૬ મીમી, પ્રાંતિજ ૩૫ મીમી, મહેમદાબાદ ૩૪મીમી, નાંદોદ, ધાનપુર,સામી અને કપડવંજ ૩૩-૩૩ મીમી, રાપર, બોરસદ, હિમતનગર અને ગરબડા ૩૧-૩૧ મીમી  તો લીમખેડા અને સાવલી ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજ્‍યના ૧૩૦ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયલ છે. આ લખાય રહ્યુ છે, ત્‍યારે કે એટલે કે સવારે૧૦ કલાકે બનાસકાંઠા, સુરત અને કચ્‍છ પંથકના કેટલાક વિસ્‍તારોમાં   મેધરાજા સટાસટી બોલાવી રહ્યા છે.

(3:37 pm IST)