Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જીવનના સર્વાંગી વિકાસ માટે ઉતમ પુસ્‍તકોનું વાંચન જરૂરીઃ એ.કે.સુરોલિયા

અમદાવાદના હીરામણિ સંકુલમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારીના હસ્‍તે ધ્‍વજવંદન

અમદાવાદના હીરામણિ શિક્ષણ સંકુલમાં એ.કે.સુરોલિયાના હસ્‍તે ધ્‍વજવંદન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીરમાં નરહરિ અમીન અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત છે

રાજકોટ,તા. ૧૬ : ૭૫માં સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી નિમ્‍તિે અમદાવાદની હીરામણિ સ્‍કૂલમાં ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. બાળકો દ્વારા દેશભકિતને લગતા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો હીરામણિના રંગઉપવનમાં રજૂ કરાયાં હતા. ધ્‍વજવંદન કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેવા શ્રી એ.કે. સુરોલિયાએ જણાવ્‍યુ હતુ કે, વિદ્યાર્થીના જીવનમાં સર્વાંગી વિકાસ માટે વિવિધ પુસ્‍તકોનું વાંચન સતત કરતા રહેવું જોઇએ. પુસ્‍તકો દ્વારા વિદ્યાર્થી પોતાના પ્રશ્‍નોના સમાધાન મેળવી શકે છે. આ સમાધાન ગુણવતાયુકત હોય છે. પુસ્‍તક વાંચવાથી સારા વ્‍યકિતત્‍વનો વિકાસ થાય છે. વિદ્યાર્થી સારી વ્‍યકિતના સોબતમાં રહેશે તો તેનામાં સંસ્‍કારનું સિંચન થશે. જે ઉતમ વાંચક છે તે સારા લીડર પણ હોય છે. આજના આ પ્રસંગે હીરામણિ સંકુલમાં આવવું તે મારા માટે તીર્થયાત્રાથી ઓછુ નથી.

ધ્‍વજવંદનના કાર્યક્રમમાં હીરામણિ સંસ્‍થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, ટ્રસ્‍ટના સેક્રેટરી આર.સી.પટેલ, જોઇન્‍ટ સેક્રેટરી પંકજભાઇ દેસાઇ, મેનેજીંગ ટ્રસ્‍ટી વરૂણભાઇ અમીન, ટ્રસ્‍ટીશ્રી ડો.ચંદ્રકાન્‍ત મહેતા, ટ્રસ્‍ટી વિજુલબેન અમીન, ગવર્નિંગ બોર્ડના મેમ્‍બર્સ શ્રી પ્રવિણભાઇ અમીન, ઘનશ્‍યામભાઇ અમીન, પ્રશાંતભા અમીન, સી.ઇ.ઓ ભગવતભાઇ અમીન, પ્રિ.ડો. ગુંજનભાઇ શાહ, પ્રિ.શ્રીમતી નીતાબેન શર્મા,પ્રિ.કોષાબેન પટેલ, પ્રિ.પિનાક્ષીબેન વડોદરીયા, પ્રિ. શ્રીમતી ગુંજનબેન શિવાલકર અને તમામ શિક્ષક ભાઇ બહેનો -વિદ્યાર્થીઓ અને હીરામણિ સાંધ્‍યજીવન કુટિરના વડીલો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:22 pm IST)